New Delhi તા.13
કેન્દ્ર સરકાર સેવા નિવૃતિ બાદ વરિષ્ઠોને સામાજીક સુરક્ષા અંતર્ગત વ્યાપક લાભ આપવાના વિકલ્પો પર લાભ આપવાના વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. જે અંતર્ગત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સાથે સંલગ્ન કર્મચારીઓને પોતાની પીએફ રકમને પેન્શનમાં બદલવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે. આથી સેવા નિવૃત કર્મચારીઓને વધુ પેન્શન મળી શકશે.
સંભવ છે કે, આગામી નાણાંકીય વર્ષ 2025-26 ના બજેટમાં પણ સરકાર સામાજીક સુરક્ષાને લઈને જાહેરાત કરી શકે છે. સુત્રો બતાવે છે કે કેન્દ્ર સરકારના નિર્દેશ પર શ્રમ તેમજ રોજગાર મંત્રાલય અગાઉથી જ સામાજીક સુરક્ષા યોજનાનું ક્ષેત્ર વધારવાનાં વિકલ્પો પર કામ કરી રહ્યું છે.
નવા વિકલ્પો અંતર્ગત કર્મચારીઓને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે.ઈપીએફઓ સાથે જોડાયેલા સભ્યો પીએફ કોષમાં જમા રકમને સેવા નિવૃતિના સમયે પેન્શન તરીકે પરિવર્તીત કરી શકે છે.
આનો મતલબ એ થયો કે સેવા નિવૃતિ સમયે કોઈ કર્મચારીને લાગે કે તેને વૃદ્ધ વયમાં વધુ પેન્શન જોઈએ છે તો તે કોષમાં જમા રકમને પેન્શન કોષમાં નાખી શકે છે. પેન્શન તરીકે મળનારી આવી રકમ વધી જશે.
સેવા નિવૃતિ બાદ પણ પીએફ પર વ્યાજ મળશે: જો કોઈ કર્મચારીને સેવા નિવૃતિ સમયે લાગે છે કે તેની પાસે આવકના અન્ય વિકલ્પ છે અને તેને 48 વર્ષે સેવા નિવૃત થવા પર પેન્શન નથી જોઈતુ બલ્કે તે પેન્શનને 60-65 કે અન્ય કોઈ ઉંમરે શરૂ કરવા માગે છે તો આ વિકલ્પ પણ અપાશે. આ સ્થિતિમાં પેન્શન પર વાર્ષિક વ્યાજ જોડાતૂ રહેશે.