સમગ્ર South Gujarat ત્રણેક કલાક અંધારપટ્ટમાં ડૂબ્યુ

Share:

Surat, તા. 13
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO) દ્વારા સંચાલીત 400 કે.વીની 7 જેટલી ટ્રાન્સમિશન લાઇન આજે બપોરે 2.60 વાગ્યાનાં અરસામાં ટેકનીકલ ખામીનાં કારણે ટ્રીપ થતા ઉકાઈ, કાકરાપાર અને વાલીયા-માંગરોળ ખાતે આવેલા લિગ્નાઇટ પાવર પ્લાન્ટ બંધ થઈ ગયા હતા. જેને પગલે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનાં 33 લાખ ગ્રાહકોને મળતો વીજપુરવઠો ખોરવાયો હતો. એજ રીતે મહારાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં પણ વીજપુરવઠો ખોટકાયો હતો.

આ ઘટનામાં સંભવત દક્ષિણ ખોરવાયો હતો. એજ રીતે મહારાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં પણ વીજપુરવઠો ખોટકાયો હતો. આ ઘટનામાં સંભવત દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ આસોજ- સજ કોસંબા 400 કેવી લાઈન ટ્રીપ થતા લો વોલ્ટેજનો પ્રશ્ન ઉદ્રભવ્યો હતો. જેની સામે સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર(SLDC) દ્વારા હકીકતમાં કંઈ લાઈનમાં ટેકનીકલ ખામી સર્જાવવાનાં કારણે મસમોટી ટેકનીકલ સમસ્યા સર્જાય તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં 5200 મેગાવોટની જરૂરીયાત સામે 4500 મેગાવોટનો અચાનક લોડ ડ્રોપ નોંધાતા પાવરગ્રીડની સ્થાપના બાદ સંભવત પ્રથમ વખત દક્ષિણ  ગુજરાતનાં મહત્તમ વિસ્તારોમાં પાવરકટની એકસાથે સમસ્યા ઉદભવી હતી. એજ રીતે ટોરેન્ટ કંપનીમાં પણ વીજપુરવઠો ખોટકાયો હતો.

જેમાં વિવિધ વીજકંપનીઓનાં સ્ટાફની મહેનતને પગલે સાંજે 6 થી 7 વાગ્યા બાદ મહત્તમ વિસ્તારોમાં વીજપુરવઠો રાબેતા મુજબ કરી દેવામાં આવ્યો હતો. સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર(SLDC), ગેટકો અને દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સૌ પ્રથમ આસોજ-કોસંબા 400 કેવી લાઇન ટ્રીપ થતા લો વોલ્ટેજનો પ્રશ્ન ઉદભવ્યો હતો, ત્યારબાદ ગેટકોની 7 જટલી 400 કેવીની તમામ લાઇન વોલ્ટેજ ફલકચ્યુએશન બાદ ટ્રીપ થઈ ગઈ હત.

એજ રીતે મહારાષ્ટ્રમાં પણ વીજ લાઇનમાં ભંગાણ સર્જાયુ હતુ. જેની ગંભીર અસરને પગલે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનનાં કુલ 1110 કે.વીનાં ચાર પાવર સ્ટેશન, કાકરાપારનાં 440 કેવીનું પાવર સ્ટેશન, અને વાલીયા-માંગરોળ ખાતે આવેલું લિગનાઇટ બેઝઝ્ડ 125 કે.વીનું પાવર સ્ટેશન બંધ થઇ જતા સમગ્ર દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી પહોંચતો વીજપુરવઠો ખોટકાયો હતો.

પાવરગ્રીડ જ ખોટકાઈ જતા લોકોનાં ઘરમાં ફલકચ્યુએશનને પગલે વીજઉપરકરણો બંધ કરી દેવાની નોબત આવી હતી. જયારે ટ્રેન વ્યવહાર, ઈન્ટરનેટ સેવા, પણ અટકી પડી હતી. દક્ષિણ ગુજરાતનાં 33 લાખ ગ્રાહકોને જરૂરીયાતનાં 5200 મેગાવોટ સામે 4500 મેગાવોટનો લોડ ડ્રોપ નોંધાતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બે થી ત્રણ કલાક સુધી વીજપુરવઠો ખોરવાયેલો રહ્યો હતો.

એજ રીતે મહારાષ્ટ્રમાં પણ 500 મેગાવોટનો લોડ ડ્રોપ નોંધાયો હતો પણ તંત્રના પ્રયાસોને પગલે રાત્રીનાં 9 વાગ્યાની સ્થિતએ દક્ષિણ ગુજરાતમાં તમામ 100 ટકા વિસ્તારોમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવ્યો.

સુરત : કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વીજ પુરવઠો ખોરવતા લોકોએ ટોરેન્ટ કંપની અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કોર્પોરેટ ઓફીસમાં હોબાળો મચાવ્યો હતો. જો કે આ ઘટના કંપની કોઇ ખામી સર્જાતા નહીં પણ ગેટકોની 400 કે.વી. ની 7 લાઇન ટ્રીપ થયા બાદ ઉકાઈ, કાકરાપાર, અને એસએલપી સહિતનાં પાવર પ્લાન્ટ બંધ થઇ જતા સર્જાય હોય અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સમસ્યા હોવાની સમજણ અધિકારીઓએ પુરી પાડી હતી.

જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં એમ.ડી યોગેશ ચૌધરીએ લોકોને સિસ્ટમ સંબધિત સમજ પુરી પાડતા અને વહેલી તકે વીજપુરવઠો કાર્યરત કરવાની ખાતરી આપતા મામલો શાંત થયો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *