Morbiતા.10
ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને પાસા વોરંટ ઈશ્યુ થતા વાંકાનેર તાલુકા પોલીસે આરોપીને ઝડપી લઈને સુરત જેલહવાલે કર્યો છે
મોરબી જીલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા ઉચ્ચ અધિકારીઓની સુચનાથી વાંકાનેર તાલુકા પોલીસે ઈંગ્લીશ દારૂના ગુનામાં અગાઉ ઝડપાયેલ આરોપી યાસીન રહીમ સમા (ઉ.વ.૩૧) રહે રાજકોટ દુધની ડેરી નજીક વાળા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા પાસા દરખાસ્ત મંજુર થઇ હતી અને પાસા વોરંટ ઈશ્યુ થતા રાજકોટ ખાતેથી હસ્તગત કરી લાજપોર જેલ સુરત મોકલી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે