Rajkot :ભરણ પોષણ ન ચુકવનાર,એન્જિનીયર પતિને 210 દિવસની જેલ

Share:
પરિણીતાએ 21 મહિનાની ખાધા ખોરાકી મેળવવા ફેમિલી કોર્ટમાં દાદ માંગી હતી
Rajkot,તા.22
 હાલ શહેરમાં રહેતા પરિણીતાને 21 મહિના સુધી ભરણ પોષણની રકમ ન ચુકવનાર વડોદરાના બેંક ઓફિસરના પુત્ર, કોમ્પ્યુટર એન્જિનીયર પતિને અદાલતે 210 દિવસની જેલ સજાનો  અને વડોદરા પોલીસ કમિશનર મારફત જિલ્લા જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.આ અંગેની હકીકત મુજબ, પરિણીતા ધર્મિષ્ઠાબેન દર્પણભાઈ પરમાર (રહેઃ હાલ ૧૬-બી, વિનાયક નગર, ગુરૂ પ્રસાદ ચોક, મવડી પ્લોટ, રાજકોટ)એ તેમના પતિ કે જેઓ વડોદરાના બેંક ઓફીસરના પુત્ર તથા કોમ્પ્યુટર એન્જિનીયર દર્પણભાઈ ચંદ્રેશભાઈ પરમાર (ઠે.: બંગલા નં.૧૬, સમીર પાર્ક, પુનમ કોમ્પ્લેક્ષની બાજુમાં, વાધોડીયા રોડ, વડોદરા)ની સામે ભરણ પોષણ મેળવવા અરજી કરી હતી. જેમાં બન્ને પક્ષકારોને સાંભળીને પુરાવો લીધા બાદ અરજદારને માસિક રૂા.૭,૦૦૦/- ભરણ પોષણના દરમાસે નિયમિત ચુકવી આપવા તથા અરજી ખર્ચના રૂા.૨,૫૦૦/- ચુકવવાનો હુકમ કરેલ.  સામાવાળા પતિએ આ રકમ ન ચુકવતા છેવટે વસુલાત માટેની અરજી કરતા, તેની નોટીસ બજી જવા છતાં પણ સામાવાળા પતિ હાજર રહેલ નહી, કે રકમ જમા કરાવેલ નહી. જેથી છેવટે અરજદાર પરિણીતાએ એડવોકેટ હર્ષદકુમાર એસ. માણેક દ્વારા  ફેમિલી કોર્ટનું ધ્યાન દોરેલ કે અરજદારને જાણ તથા માહિતગાર હોવા છતાં પણ રકમ જમા કરાવતા નથી અને પોલીસ દ્વારા બજવણી ટાળે છે. જેથી ફરતું વોરંટ કાઢવું જોઈએ. આવી રજુઆત તથા દલીલો ધ્યાને લઈ ફેમિલી કોર્ટના પ્રિન્સીપાલ જજ પરમારે રેકર્ડ ઉપરની તમામ હકીકતો ધ્યાને લઈને સામાવાળા પતિદેવ વિરૂધ્ધ કુલ ૧૨ માસ તથા ૯ માસની રકમ ન ભરતા દિવસ ૧૨૦ તથા ૯૦ એમ મળીને કુલ ૨૧૦ દિવસની સાદી કેદની સજા ફરમાવેલ છે અને વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા વ્યકિતગત રસ લઈને સામાવાળા પતિદેવને અટક કરી, જિલ્લા જેલમાં મોકલી આપવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં અરજદાર પરિણીતા વતી સિનિયર એડવોકેટ હર્ષદકુમાર એસ. માણેક તથા સોનલબેન બી. ગોંડલીયા, જાગૃતિબેન કલૈયા રોકાયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *