Emergency Trailer Out: સ્વાતંત્ર્ય પર્વના એક દિવસ પહેલા કંગના રનૌતની ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ

Share:

Mumbai,તા.16

કંગના રનૌતની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ઈમર્જન્સીનું ટ્રેલર આખરે આજે રિલીઝ કરવામાં આવ્યું છે. સ્વાતંત્ર્ય પર્વના એક દિવસ પહેલા, અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર શેર કર્યું હતું. આ ફિલ્મ 1975ના સમયની આસપાસ ફરે છે જ્યારે દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી. આ રાજકીય ડ્રામામાં કંગના રનૌત ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવતી જોવા મળે છે. આ ફિલ્મ કંગના રાણાવત દ્વારા લખવામાં અને દિગ્દર્શિત કરવામાં આવી છે.

કેવું છે ‘ઇમરજન્સી’નું ટ્રેલર?

ફિલ્મ ઇમરજન્સીનું ટ્રેલર ખૂબ જ રોમાંચક છે. કંગના રનૌત ઇન્દિરા ગાંધીની કહાણીને એક અલગ અંદાજથી સ્ક્રીન પર રજૂ કરવા જઈ રહી છે. ટ્રેલરની શરૂઆત કંગના રનૌતના ઈન્દિરા ગાંધીના પાત્રથી થાય છે. જે કહે છે સત્તા…સત્તા યાની તાકાત.. ઈન્દિરા ગાંધીના રોલમાં કંગના લોકો વચ્ચે હાથ જોડીને જોવા મળે છે. ટ્રેલરમાં જોઇ શકાય છે કે, ખુરશી માટે નેતાઓમાં પણ જંગ જામ્યો છે. આ ટ્રેલર ઈન્દિરા ગાંધી ઈમરજન્સી લાદતા અને તેમના કામ પર સવાલો ઉભા કરતા દ્રશ્યોથી ભરપૂર છે. એકંદરે ટ્રેલર જોયા પછી, ઇમરજન્સી માટે ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે.

ઈન્ડિયા ઈઝ ઈન્દિરા અને ઈન્દિરા ઈઝ ઈન્ડિયા

કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર શેર કર્યું છે. ટ્રેલર રિલીઝ કરતી વખતે કંગનાએ કેપ્શનમાં લખ્યુંકે, ” ઈન્ડિયા ઈઝ ઈન્દિરા અને ઈન્દિરા ઈઝ ઈન્ડિયા’ દેશના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી મહિલા, તેમના ઇતિહાસમાં લખાયેલું સૌથી ડાર્ક ચેપ્ટર! સાક્ષી મહાત્વાકાંક્ષાથી ટકરાય છે”

ફિલ્મ ઇમરજન્સીની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, કંગના રનૌત સિવાય આ ફિલ્મમાં મિલિંદ સોમન, સતીશ કૌશિક, શ્રેયસ તલપડે અને મહિમા ચૌધરી પણ છે. જ્યારે શ્રેયસ તલપડે આ ફિલ્મમાં અટલ બિહારી વાજપેઇના રોલમાં જોવા મળશે.  આ ફિલ્મ 6 સપ્ટેમ્બર, 2024ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *