Americaતા.29
વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે એક મોટો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા સાઇટ ડ એટલે કે ટવીટરને તેની પોતાની AI કંપની xAIને વેચી દીધી છે. આ ડીલ કુલ 33 અબજ ડોલરમાં કરવામાં આવી છે. આ ડીલ શેરમાં કરવામાં આવી છે.
મસ્કે થોડા વર્ષો પહેલા ટવીટરને $44 બિલિયનમાં ખરીદ્યું અને તેનું નામ બદલીને X રાખ્યું. આ પછી તેણે Xને ખાનગી કંપની બનાવી. બંને કંપનીઓ ખાનગી છે. તેથી, તેમને તેમની કમાણી વિશે દરેકને કહેવાની જરૂર નથી. મસ્કે એક્સ પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી.
મસ્કે લખ્યું છે કે, આ પગલાથી XAIની AI ટેક્નોલોજી અને ડના મોટા નેટવર્કને જોડવામાં ઘણો ફાયદો થશે. આ ડીલમાં XAIનું મૂલ્ય 80 બિલિયન અને Xનું મૂલ્ય $33 બિલિયન અંદાજવામાં આવ્યું છે. મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તે ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પણ છે.
તેણે 2022માં 44 બિલિયન ડોલરમાં ટ્વિટર ખરીદ્યું હતું. પછી તેણે કંપનીના ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા. આ ઉપરાંત ખોટી માહિતી અને યુઝર વેરિફિકેશન સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. આ પછી ટવીટરનું નામ બદલીને ડ કરવામાં આવ્યું. મસ્કએ 2023માં XAI લોન્ચ કર્યું.
મસ્કે ડ પર લખ્યું, ’XAI અને Xનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે. આજે, અમે ડેટા, મોડલ, કમ્પ્યુટિંગ પાવર, ડિસ્ટ્રિબ્યુશન અને ટેલેન્ટને જોડવાનું પગલું લઈ રહ્યા છીએ.
આ સંયોજન xAI ની AI ક્ષમતાઓ અને X ના વિશાળ નેટવર્કને સંયોજિત કરીને મોટો લાભો આપશે. મતલબ કે બંને કંપનીઓ સાથે મળીને કામ કરશે. જેનાથી લોકોને વધુ સારી સુવિધા મળશે.
મસ્કે વધુમાં જણાવ્યું હતું કે આ કંપની અબજો લોકોને વધુ સારો અને વધુ ઉપયોગી અનુભવ પ્રદાન કરશે. ઉપરાંત, અમારું મુખ્ય ધ્યેય સત્ય શોધવાનું અને જ્ઞાન વધારવાનું છે.