Elon Musk 2027 સુધીમાં વિશ્વના પ્રથમ ટ્રિલિયનર બની જશે

Share:

ઇન્ફોર્મા કનેક્ટ એકેડમી રિપોર્ટમાં કરાયેલો દાવો 

મસ્કની સંપત્તિ હાલમાં 237 અબજ ડોલર છે : તેમની સંપત્તિમાં વાર્ષિક 110 ટકાના દરે વૃદ્ધિ થઇ છે

જો આ જ દરે ઇલોન મસ્કની સંપત્તિ વધશે તો 2027માં તેમની સંપત્તિ વધીને 1000 અબજ ડોલરને પાર થઇ જશે

New Delhi,તા.10

અબજપતિઓની સંપત્તિ પર નજર રાખતી સંસ્થા ઇન્ફોેર્મા કનેક્ટ એકેડમીના એક રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી ધનિક વ્યકિત ઇલોન મસ્ક ૨૦૨૭ સુધીમાં વિશ્વના પ્રથમ ટ્રિલિયનર (ખરબપતિ) બની જશે.

એકેડમીના રિપોર્ટ અનુસાર ઇલેક્ટ્રિક કારનું નિર્માણ કરતી કંપની ટેસ્લા, ખાનગી રોકેટ કંપની સ્પેસએક્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર)ના માલિક મસ્કની સંપત્તિમાં વાર્ષિક સરેરાશ ૧૧૦ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

જો આ દરે જ તેમની સંપત્તિ વધતી જશે તો તે ૨૦૨૭માં વિશ્વના પ્રથમ ટ્રિલિયનર બની જશે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર મસ્ક ૨૩૭ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યકિત છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં વિશ્વની આઠ કંપનીઓનું માર્કેટ કેપ એક ટ્રિલિયન ડોલરથી વધારે છે. આ આઠ કંપનીઓમાં માઇક્રોસોફ્ટ, એપલ, એનવીડિયા, આલ્ફાબેટ, એમેઝોન, સઉદી અરામકો, મેટા અને બર્કશાયર હેથવેનો સમાવેશ થાય છે.

સંભવિત ટ્રિલિયનરની યાદીમાં ત્રીજા ક્રમે આશ્ચર્યજનક રીતે ચીપ અને સેમીકંડકટર  દિગ્ગજ કંપની એનવીડિયાના સીઇઓ જેન્સેન હુઆંગનું નામ સામેલ છે. હાલમાં તે ધનિકોની યાદીમાં ૧૮મા ક્રમે છે. તેમની હાલની સંપત્તિ ૯૦ અબજ ડોલર છે.

સંભવિત ટ્રિલિયનરની યાદીમાં મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગનું પણ નામ છે. તેઓ ૨૦૩૦ સુધીમાં ટ્રિલિયનરની યાદીમાં સામેલ થઇ જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *