વાંકાનેર નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી ગુપ્ત મતદાન બેલેટ પેપરથી કરાવવા માંગ

Share:

Morbi,તા.03

ચૂંટાયેલા સદસ્યો દ્વારા ચુંટણી અધિકારીને લેખિત રજૂઆત

વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી ગુપ્ત મતદાનથી બેલેટ પેપર દ્વારા કરાવવામાં આવે તેમજ અન્ય માંગણીઓને લઈને લેખિત રજૂઆત કરવામાં આવી છે

વાંકાનેર નગરપાલિકાના ચૂંટાયેલા ૫ સદસ્યો દ્વારા ચુંટણી અધિકારી વાંકાનેર નગરપાલિકા અને પ્રાંત અધિકારી વાંકાનેરને રજૂઆત કરી જણાવ્યું છે કે નગરપાલિકાની મધ્યસત્ર ચુંટણી તાજેતરમાં સંપન્ન થઇ છે જેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી તા. ૦૫ માર્ચના રોજ યોજાનાર છે જે ચુંટણી પ્રક્રિયા ગુપ્ત મતદાન પ્રક્રિયાથી કરાવવામાં આવે મતદારો તરીકે જાહેરમાં મતદાન કરતા અમોને ડર લાગે છે કે મતદાર તરીકે અમારો નિર્ણય જાહેર થતા અમારા પરિવારને શારીરિક કે અન્ય નુકશાન પહોંચી સકે છે જેથી ચુંટણી ગુપ્ત મતદાન પ્રક્રિયાથી કરાવવામાં આવે

મતદારોની ગુપ્તતા જળવાય અને મતદારો કોઈપણ પ્રકારના ભય કે લોભ લાલચ વગર સ્વેચ્છાએ મતદાન કરી સકે તે સુનિશ્ચિત કરવાની આપની જવાબદારી છે ચુંટણી અધિકારી તરીકે નિર્ણય લેવાની તમને સત્તા અને અધિકાર છે ચુંટણી સમયે ચુંટણીપંચ દ્વારા અધિકૃત અધિકારીઓ, કર્મચારીઓ અને ચૂંટાયેલા સદસ્યો સિવાય કોઈપણ વ્યક્તિ પરિસરમાં પ્રવેશ ના કરી સકે તેવી માંગ કરી છે તેમજ ચુંટણી પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવે તેવી માંગણીઓ કરી છે

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *