Bhavnagar:ઘોઘારોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું મોત

Share:

ભાવનગર,તા.05

મિત્રના પૌત્રના લગ્ન પ્રસંગમાં જઈ રહેલા વૃદ્ધની બાઈક સાથે ઘોઘારોડ પર કાર અથડાતા વૃદ્ધને ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. 

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના રૂપાણી સર્કલ પાસે આવેલ તપોવન ફ્લેટમાં રહેતા અને આર એન્ડ બી વિભાગમાં નોકરી કરતા સતિષભાઈ ચુડાસમાના પિતા દિનેશભાઈ ગગજીભાઈ ચુડાસમા ( ઉં.વ.૬૮ ) ગઈકાલે સાંજે તેમનું બાઈક નં. જીજે ૦૪ જે ૭૪૩૭ લઈને તેમના મિત્રના પૌત્રના લગ્ન પ્રસંગે જમણવારમાં ઘોઘા રોડ પર આવેલ ગાયત્રી ફાર્મ હાઉસ ખાતે જઈ રહ્યા હતા.ત્યારે ઘોઘારોડ પર આવેલા રેસ્ટોરન્ટ નજીક કાર નંબર જીજે ૦૫ જેકે ૯૨૪૩ અને દિનેશભાઈના બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં દિનેશભાઈને ગંભીર ઇજા પહોચતા તેમનું બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક દિનેશભાઈના પુત્ર સતિષભાઈ ચુડાસમાએ કારના ચાલક વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *