Jamnagar માં બુજુર્ગનો બીમારીથી કંટાળી જઈ આપઘાત

Share:
Jamnagar તા ૧૭
જામનગર માં ન્યુ જેલ રોડ પર પ્રેમચંદ કોલોની શેરી નંબર બે માં રહેતા કિશોરસિંહ ભરતસિંહ રાઠોડ નામના ૬૦ વર્ષના બુઝુર્ગ કે જેઓએ પોતાની બીમારીથી કંટાળી જઈ પોતાના રૂમમાં સાડી વડે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે સિદ્ધરાજસિંહ ભરતસિંહ રાઠોડ એ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન પોલીસે બનાવના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક છેલ્લા ૨૫ વર્ષથી એકલા અને પોતાના ભાઈના ઘેર રહેતા હતા. તેમજ પોતે દારૂ પીવાની ટેવ પણ ધરાવતા હતા, જેથી તેઓની અવારનવાર તબિયત ખરાબ રહેતી હતી, અને શરીરમાં નબળાઈ પણ આવી ગઈ હતી. જેની સારવાર પણ ચાલુ હતી, જે બીમારીથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *