મોંઘવારીને કારણે વાલીઓની કમાણી પર પણ અસર પડી
Gandhinagar, તા.૭
ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ મધ્યમવર્ગના બાળકોને ખાનગી સ્કૂલોમાં રિઝર્વ ક્વોટામાં પ્રવેશ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૯માં આ પ્રકારે બાળકોને પ્રવેશ આપવાની શરૂઆત કરી હતી. જેમાં વાર્ષિક એક લાખ રૂપિયાની આવક ધરાવતા પરિવારના બાળકોને ખાનગી સ્કૂલોમાં પ્રવેશ આપવા માટેનો અમલ શરૂ કર્યો હતો. હવે વધી રહેલી અસહ્ય મોંઘવારીને કારણે ઇ્ઈમાં આવક મર્યાદા વધારવા વાલી મંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
દેશમાં સતત વધી રહેલી કમરતોડ મોંઘવારીને કારણે ગરીબ મધ્યમવર્ગના લોકો પિસાઈ રહ્યાં છે. ત્યારે વાલી એકતા મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે, હાલના સમયમાં કોઈપણ વાલી વર્ષે અઢી લાખ રૂપિયા કમાય ત્યારે તેનું ઘર ચાલે છે. હાલમાં પ્રવેશ માટે દોઢ લાખની આવક મર્યાદા છે જેથી કેટલાક બાળકો સ્કૂલમાં પ્રવેશ મેળવી શકતા નથી. વાલી એકતા મંડળનું કહેવું છે કે, ૧૫ વર્ષમાં વધેલી મોંઘવારી સામે ઇ્ઈની આવક મર્યાદાનો સ્લેબ વધ્યો નથી. જેના કારણે બાળકો સ્કૂલમાં પ્રવેશ મેળવી શકતા નથી.
વાલી એકતા મંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે, ૨૦૦૯માં જ્યારે ઇ્ઈનો અમલ કરવામાં આવ્યો ત્યારે દોઢ લાખનો સ્લેબ રાખવામાં આવ્યો હતો. હવે ૨૦૨૪માં પણ આ સ્લેબ અમલમાં છે. ત્યારે વધી રહેલી મોંઘવારીને કારણે વાલીઓની કમાણી પર પણ અસર પડી છે. જેના કારણે કેટલાક બાળકોને આવકના દાખલા લેવામાં પણ તકલીફો પડે છે અને દાખલા પણ નહીં મળતાં પ્રવેશ લેવામાં તકલીફો થઈ રહી છે. જેથી આવકનો સ્લેબ વધારવામાં આવે અને બાળકોને ખાનગી સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવે.