Maharashtra: Eknath Shinde ને મળી જાનથી મારી નાખવાની ધમકી

Share:

કોઈ અજાણ્યા વ્યક્તિએ મંત્રાલય, જે.જે.માર્ગ પોલીસ સ્ટેશન અને ગોરેગાંવ પોલીસને ઈ-મેઈલ મોકલી શિંદેની ગાડીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી

Maharashtra, તા.૨૦

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ મંત્રાલય, જે.જે.માર્ગ પોલીસ સ્ટેશન અને ગોરેગાંવ પોલીસને ઈ-મેઈલ મોકલી શિંદેની ગાડીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી છે. ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યા બાદ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે અને ઈ-મેઈલ મોકલનાર વ્યક્તિને પકડી પાડવા તપાસ શરુ કરી દીધી છે.

વાસ્તવમાં દિલ્હીમાં આજે નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં એકનાથ શિંદે પણ સામેલ થયા છે. ધમકી મળ્યા બાદ શિંદેની સુરક્ષા-વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. પોલીસે ધમકી આપનાર શખસને શોધવા તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા પર એલર્ટ મોડ પર આવી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હૉક્સ કૉલ (મેઈલ) છે. આ પહેલા જાન્યુઆરી-૨૦૨૫માં ૨૪ વર્ષના એક યુવકે એકનાથ શિંદેને જાનથી મારી નાખવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ ઘટના બાદ ઠાણે અને શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, પછી પોલીસે આરોપીને પકડી પાડવા તપાસ શરૂ કરી દીધી હતી. આમ બે મહિનામાં બીજી વખત શિંદેને જાનથી મારવાની ધમકી મળી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *