નીતિ આયોગના મહિલા ઉદ્યમિતા મંચ, ટ્રાન્સ યુનિયન સિબિલ અને માઇક્રોસેવ કન્સલ્ટિંગના તાજા રિપોર્ટ દેશમાં મહિલાઓની આર્થિક પ્રગતિ અને ક્રેડિટ જાગરુકતામાં ઉલ્લેખનીય વૃદ્ઘિને ઉજાગર કરે છે, જે સશક્ત થતી મહિલાઓનું પ્રતીક તો છે જ, તેનાથઈ આર્થિક વૃદ્ઘિમાં તેમના વધતા યોગદાનની પણ ઝલક મળે છે. રિપોર્ટનું એમ કહેવું દિલચસ્પ છે કે છેલ્લા પાંચ વષર્માં લોન લેનારી મહિલાઓની સંખ્યા ત્રણ ગણી થઈ છે, પરંતુ તેનાથી પણ વધારે પ્રેરિત કરનારું તથ્ય એ છે કે તેમાંથી ૬૦ ટકા મહિલાઓ અર્ધશહેરી કે ગ્રામીણ ક્ષેત્રોની છે. ઉલ્લેખનીય છે કે મહિલાઓ દેશની અડધી આબાદીનું નિર્માણ કરે છે, તેમ છતાં સકલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)માં તેમની ભાગીદારી માત્ર ૧૮ ટકા છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) અનુસાર જો દેશની શ્રમશક્તિમાં મહિલાઓની ભાગીદારી પુરુષોને બરાબર થઈ જાય, તો જીડીપીમાં ૨૭ ટકા સુધીનો વધારો થઈ શકે છે.
છેલ્લા કેટલાક વષોર્માં જનધન યોજના, મુદ્રા યોજના અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવી પહેલોએ મહિલાઓને બેંકિંગ પ્રણાલી સાથે જોડવા અને તેમને સ્વરોજગારના અવસર પ્રદાન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તે ઉપરાંત, ડિજિટલ ચૂકવણીની પહોંચ વધવાથી પણ નાના શહેરોની મહિલાઓ માટે લોન લેવી અને તેને પ્રબંધિત કરવી આસાન થઈ ગયું છે. તેની પુષ્ટિ નીતિ આયોગના રિપોટર્થી પણ થાય છે, જે અનુસાર દેશમાં વ્યાવસાયિક ઉદ્દેશ્ય માટે જઈ રહેલી લોનોમાં મહિલાઓની ભાગીદારી ૧૪ ટકા વધી છે. વાત માત્ર લોન લેવાની જ નથી, રિપોર્ટ પરથી એ પણ ખબર પડે છે કે તેઓ નિયમિત રૂપે પોતાના ક્રેડિટ સ્કોર પર પણ નજર રાખી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના થોડા મહિના પહેલાંનો જ રિપોર્ટ દર્શાવે છે કે દેશના શેરબજારમાં રોકાણ કરનારો દર ચોથો રોકાણકાર મહિલા છે. આ સ્થિતિ ન માત્ર મહિલાઓના વધતા આત્મવિશ્વાસને, બલ્કે દેશની અર્થવ્યવસ્થાના બદલાતા સ્વરૂપને પણ પરિલિક્ષત કરે છે. આ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કે મહિલાઓની આર્થિક સ્વતંત્રતા પરિવારોની આર્થિક સ્થિરતાની દૃષ્ટિએ જ નહીં, સમાજના સમગ્ર વિકાસ માટે પણ જરૂરી છે. બેંકોથી લોન લઈ રહેલ મહિલાઓની સંખ્યામાં ઉલ્લેખનીય વધારા છતાં આર્થિક નિયમો અને બેંકિંગની રીતભાતોની બહેતર જાણકારી ન હોવાથી ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પડકારોનો સામનો કરવો પડે છે. એવામાં તેમનામાં આર્થિક સાક્ષરતાને વધુ પ્રોત્સાહન આપવાની જરૂર છે. એકંદરે, નીતિ આયોગ અને અન્ય સંસ્થાઓનો આ સંયુક્ત રિપોર્ટ એ સકારાત્મક સંકેત ચોક્કસ આપે છે કે જો મહિલાઓને યોગ્ય અવસર અને સંસાધન મળે, તો તેઓ પોતાની જ નહીં, પણ આખા દેશની આર્થિક પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે