એક એવા સમયે જ્યારે પાકિસ્તાન અસંતોષ, અરાજકતા અને અસ્થિરતામાં સપડાયેલું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ ઉલ્લેખ કરીને બિલકુલ યોગ્ય કર્યું કે તેમણે આ પડોશી દેશ સાથે શાંતિપૂર્ણ સંબંધો સ્થાપવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ ત્યાંના શાસકોએ મિત્રતાની આ પહેલને સમજવાનો ઇનકાર કરીને ભારતને દર વખતે દગો આપવાનું જ કામ કર્યું. જાણીતા કમ્પ્યૂટર વિજ્ઞાની લેક્સ ફ્રીડમેન સાથે પોડકાસ્ટમાં વડાપ્રધાને પાકિસ્તાનને જે આઇનો દેખાડ્યો તેની જરૂરિયાત એટલા માટે હતી, કારણ કે તે હજુ પણ પોતાના જૂના જ રસ્તે ચાલી રહ્યું છે. જોકે તેનાં પરિણામોમાં તેનું નુક્સાન જ થઈ રહ્યં છે, પરંતુ તે પોતાની ભૂલોને સમજવા અને યોગ્ય રસ્તે ચાલવા માટે તૈયાર નથી. તે ભારતને નીચું દેખાડવાના સનેપાતથી એટલી હદે ગ્રસ્ત છે કે એ પણ નથી જોઈ રહ્યું કે તેની સામાજિક, આર્થિક અને રાજકીય દુર્દશા વધતી જાયછે અને આંતરરાષ્ટ્રીય પટલ પર તેને દરરોજ ફજેતીનો સામનો કરવો પડે છે. એક સમયે તે દરેક ક્ષેત્રમાં ભારતનો મુકાબલો કરવાની કોશિશ કરતું હતું, પરંતુ આજે તે મુકાબલામાંથી જ બહાર ફેંકાઈ ગયું છે. વડાપ્રધાને એ યોગ્ય કહ્યં કે એક દિવસે પાકિસ્તાનને સદ્બુદ્ઘિ આવશે, પરંતુ એ કેવું મુશ્કેલ છે કે એવું ક્યારે થશે. જ્યાં સુધી એવું નહીં થાય ત્યાં સુધ ભારતે પાકિસ્તાનથી સતર્ક રહેવું પડશે.
એ સાચું છેકે પાકિસ્તાની જનતાનો એક મોટો વર્ગ પોતાના શાસકોની ભૂલોનો આભાસ કરવા લાગ્યો છે, પરંતુ તેમ છતાં પાકિસ્તાની સેના અને તેની ગુપ્તચર એજન્સી ભારત વિરોધી વલણ છોડવા તૈયાર નથી. જો પાકિસ્તાન અનેક સંકટોનો સામનો કરવા છતાં પણ ભારત સાથે રાજદ્વારી સંબંધો સામાન્ય કરવા અને વેપાર કરવા માટે તૈયાર નથી થતું તો એનાથી એના શાસકોનો વેરભાવ ખબર પડે છે. ભારત એની અવગણના ન કરી શકે કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં અશાંતિ ફેલાવવાની પોતાની હરકતો છોડતું નથી. એ પણ બધા જાણે છે કે તેના ગેરકાયદે કબ્જાવાળા ભારતીય ભૂભાગમાં આતંકીઓના અડ્ડા ચાલી રહ્યા છે. જોકે પાકિસ્તાન હજુ પણ પોતાના આતંકી માળખા દ્વારા ભારતને નુક્સાન પહોંચાડવાની કોશિશ કરતું રહે છે અને ભારતમાં ભાગલાવાદી તત્ત્વોની મદદ કરતું રહે છે, તેથી તેના પર નજર રાખવી જરૂરી છે. નજર એટલા માટે રાખવી પડશે, કારણ કે કટ્ટર ઇસ્લામિક તત્ત્વોને આશ્રય આપવાનું કામ તે પહેલાંની જેમ જ કરી રહ્યું છે. પાકિસ્તાનનું આ વલણ એ જ દર્શાવે છે કે તે સુધરવા માટે તૈયાર નથી. આ સ્થિતિમાં યોગ્ય એ રહેશે કે ભારત એના ર વિચાર કરે કે પાકિસ્તાન સિવાય અન્ય દિક્ષણ એશિયન દેશોના સહયોગને લઈને આ ક્ષેત્રને કેવી રીતે શાંતિ, સમૃદ્ઘિ અને સ્થિરતા તરફ લઈ જવામાં આવે.