સત્તાની રાજનીતિમાં ચૂંટણી હારજીત નિર્ણાયક વળાંક પર થાયછે, પરંત તેના માટે સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય એક્તાની ભાવનાને દાવ પર લગાવી દેવી યોગ્ય છે? તમિલનાડુ સરકારનું હિંદી વિરોધી વલણ કેટલાય અસહજ સવાલો પેદા કરે છે. બેશક, આ વિવાદનો એક પક્ષ કેન્દ્ર સરકાર પણ છે, જે ભારતીય ભાષાઓનુંસંરક્ષણ સુનિશ્ચિત કરતાં હિંદીને રાષ્ટ્રીય એક્તાના ભાષાયી સૂત્ર રૂપે સ્થાપિત કરવાનો દાવો કરી રહી છે. તેમાં બેમત નહીં કે હવે આબાદીની દૃષ્ટિએ દુનિયાનો સૌથી મોટો દેશ બની ચૂકેલા ભારતમાં હિંદી સૌથી વધારે બોલાતી ભાષા છે. આ તથ્યનો પણ ઇનકાર ન કરી શકાય કે બીજા પણ કેટલાય દેશોમાં હિંદીભાષી રહે છે. કેટલાક દેશોમાં તો સત્તાવાર હિંદી ભણાવાઈ રહી છે. આ તમામ તથ્યોને ધ્યાનમાં રાખતાં દ્રમુકનું વલણ જોઇએ તો તેના અસલી મનસૂબા સમજી શકવા મુશ્કેલ નથી. શું આ વિરોધાભાસની પરાકાષ્ઠા નથી કે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને રાજ્યમાં અંગ્રેજીના વધતા વર્ચસ્વનો વાંધો નથી, પરંતુ હિંદી ત્રિ-ભાષા ફોર્મ્યૂલા અંતર્ગત પણ સ્વીકાર્ય નથી? હિંદીમાં તેમને ઉપનિવેશવાદનો ખતરો દેખાય છે, પરંતુ અંગ્રેજીમાં ભવિષ્ય?
વિવાદનું મૂળ કારણ ત્રિભાષા ફોર્મ્યૂલા માની શકાય છે. બેશક, આ ફોર્મ્યૂલા ૧૯૬૮ની છે, જે અંતર્ગત રાજ્યોની સ્કૂલોમાં માતૃભાષા કે એક પ્રાદેશિક ભાષા, એક અન્ય ભાષા અને એક વિદેશી ભાષા ભણાવવી જોઇએ. વિવાદનું તાજું કારણ તમિલનાડુની સર્વશિક્ષા અભિયાનની ૨,૧૫૨ કરોડ રૂપિયાની બાકી રકમ છે. સ્ટાલિને તેની ચૂકવણી માટે એક પત્ર વડાપ્રધાનને લખ્યો છે, પરંતુ નવી શિક્ષણ નીતિ અંતર્ગત ચૂકવણી માટે ત્રિભાષા ફોર્મ્યૂલા લાગુ કરવી અનિવાર્ય શરત છે.
હવે જરા તમિલનાડુની સત્તા-રાજકારણમાં હિંદી વિરોધનાં મૂળિયાંની ઊંડાઈ કેટલી છે તે સમજીએ. ત્રિભાષા ફોર્મ્યૂલા તમિલનાડુમાં આજ સુધી લાગુ નથી કરવામાં આવી. આજે પણ ત્યાં સ્કૂલોમાં બે ભાષા ફોર્મ્યૂલા અંતર્ગત તમિલ અને અંગ્રેજી ભણાવવામાં આવે છે. હિંદી-વિરોધી માનસિકતાનો આનાથી મોટો પુરાવો બીજો શો હોય કે આખી દુનિયામાં ઉપનિવેશિક ભાષા માનવામાં આવેલી અંગ્રેજીમાં રાજ્યને ભવિષ્યની પ્રગતિ દેખાયછે, પરંતુ દેશમાં સર્વાધિક બોલાતી હિંદીમાં ઉપનિવેશવાદનો ખતરો દેખાય છે? અસલમાં આ તમિલનાડુના પ્રાદેશિક પક્ષો અને નેતાઓ દ્વારા ઊભો કરાયેલો હાઉ વધારે છે, કારણ કે ત્રિભાષા ફોર્મ્યૂલામાં હિંદી ભણાવવાની બાધ્યતા છે જ નહીં. લગભગ ચાર વર્ષ પહેલાં જ્યારે નવી શિક્ષણ નીતિનો મુસદ્દો સામે આવ્યો હતો, ત્યારે પણ તમિલનાડુના નેતાઓએ હિંદી થોપવાનો શોર મચાવ્યો હતો. ત્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી. મુસદ્દામાં કેટલાંક સંશોધન પણ કરવામાં આવ્યાં હતાં. નવી શિક્ષણ નીતિમાં સ્પષ્ટ છે કે ત્રિભાષા ફોર્મ્યૂલા અંતર્ગત સ્કૂલોમાં માતૃભાષા અથવા એક ક્ષેત્રીય ભાષા, એક અન્ય ભારતીય ભાષા અને અંગ્રેજી કે એક અન્ય વિદેશી ભાષા ભણાવવી જોઇએ. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ત્રિભાષા ફોર્મ્યૂલાનું આ મંતવ્ય પણ સામાન્ય સમજની વાત છે કે તેનો ઉદ્દેશ્ય માતૃભાષા કે પ્રાદેશિક ભાષા દ્વારા બાળકોમાં તેમની ભાષા-સંસ્કૃતિ તથા હિંદી કે અન્ય ભારતીય ભાષા દ્વારા રાષ્ટ્રીય એક્તાની સમજ વિકસિત કરવી અને અંગ્રેજી કે અન્ય વિદેશી ભાષા દ્વારા કારકિર્દિીમાં પ્રગતિના નવા રસ્તા ખોલવાનો છે. ખાસ કરીને ઇન્ફર્મેશન ટેક્નોલોજીા ક્ષેત્રમાં તમિલનાડુની પ્રગતિ દર્શાવે છે કે વૈશ્વીકરણના આ દોરમાં અંગ્રેજી કે વિદેશી ભાષાનું મહત્ત્વ તેણે સમજ્યં છે, પરંતુ હિંદી કે અન્ય ભારતીય ભાષાનો વિરોધ તેની પ્રાદેશિક સંકુચિતતા જ દર્શાવે છે. સ્પષ્ટ છે, મામલો તમિલ પ્રેમ કરતાં વધારે હિંદી વિરોધી માનસિકતાનો જ છે.
ગાંધીજીએ ૧૯૧૮માં દિક્ષણ ભારત હિંદી પ્રચાર સભાની સ્થાપના કરી હતી, પરંતુ મુશ્કેલી જુઓ કે ત્યારે જ તમિલ ઉપ-રાષ્ટ્રીયતાની ભાવનાતી પ્રેરિત હિંદી-વિરોધની શરૂઆત પણ થઈ ગઈ હતી. ત્યારે તમિલનાડુને મદ્રાસ પ્રેસિડેન્સી કહેવાતું. તમિલનાડુમાં હિંદીના પ્રચાર-પ્રસારનો પહેલો ગંભીર પ્રયાસ ૧૯૩૭માં ચક્રવર્તી રાજગોપાલાચારીએ તેને સ્કૂલોમાં અનિવાર્ય બનાવીને કર્યો, પંરતુ વિરોધમાં ત્રણ વર્ષ સુધી ચાલેલા આંદોલન બાદ તે નિર્ણય પાછો લેવો પડ્યો.તમિલનાડુમાં ૧૯૬૦ બાદથી હિંદી વિરોધ રાજ્યમાં સત્તા-રાજકારણનું સૌથી કારગત હથિયાર બની ગયું છે.