Manipur માં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો

Share:

Manipur,તા.05

મણિપુરમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેની અસર આસામ સહિત અનેક પૂર્વોત્તર રાજ્યોમાં થઈ છે. ભૂકંપના કારણે અનેક લોકો ઘરનો બહાર દોડી આવ્યા છે. આજે સવારે 5.6ની તીવ્રતાનો આંચકો આવ્યા બાદ બપોરે 12.20 કલાકે 4.1ની તીવ્રતાનો ફરી ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં અનુભવાયા છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વેનેએ કહ્યું કે, ભૂકંપનું કેન્દ્ર બિંદુ મણિપુરનું ઈમ્ફાલ છે, જ્યાં 10 કિલોમીટર ઊંડાણમાં તીવ્રતા નોંધાઈ છે.

અધિકારીઓએ કહ્યું કે, મણિપુર, આસામ સહિત પડોશી દેશ મ્યાંમારમાં પણ ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપમાં કોઈ જાનહાનીને નુકસાન થયું હોવાની હાલ કોઈ માહિતી સામે આવી નથી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સીસે કહ્યું કે, મ્યાંમાર-ભારતની સરહદ પાસે આજે (5 માર્ચ) 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

આ પહેલા 28 ફેબ્રુઆરીએ નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં બિહાર, સિલીગુડી અને અન્ય પડોશી ક્ષેત્રોમાં આંચકા અનુભવાયા હતા. ધરતી ધ્રૂજતા  જ અનેક લોકો ડરના માર્યા ઘરોમાંથી દોડી આવ્યા હતા. રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ અને સંશોધન કેન્દ્રએ કહ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી લગભગ 65 કિલોમીટર પૂર્વમાં સિંધુપાલચૌક જિલ્લાના ભૈરવકુંડામાં હતું. આ ભૂકંપ મોડી રાત્રે 2.51 કલાકે આવ્યો હતો, જેના કારણે નેપાળના મધ્યથી લઈને પૂર્વ ક્ષેત્રોમાં દહેશત ફેલાઈ હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *