ગુજરાતના કચ્છમાં ફરી 3.1ની તીવ્રતાના Earthquake થી ધરા ધ્રુજી

Share:

 Kutch,તા.10

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ગત મોડી રાત્રે 2:46 વાગે આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાપર નજીક નોંધાયુ હતું. ગુજરાતમાં ભૂકંપના આંચકા ખાસ કરીને અમરેલી અને કચ્છમાં અનુભવતા હોય છે. જે બાદ ગત મોડી રાત્રે ફરી કચ્છમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. હમણાં થોડા દિવસ પહેલા જ કચ્છમાં આવેલ ભૂકંપથી લોકો ફફડી ઉઠ્યા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે  હાલમાં આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુકશાનના કોઈ સમાચાર નથી. 

કચ્છમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે 2:46 વાગ્યાની આસપાસ કચ્છ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 ની નોંધાઈ હતી. અને તેનુ કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયુ હતું. જો કે સદનસીબે આ ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનિના થઈ નથી.

સૌરાષ્ટ્ર-કચ્છમાં જાન્યુઆરી માસમાં પૃથ્વીના પેટાળમાં હલચલ,કંપન વધ્યા છે. ઈન્સ્ટીટયુટ દ્વારા માત્ર 2.5થી વધુ તીવ્રતાના ભૂકંપની જ વિગતો ઓનલાઈન જારી કરાતી હોય છે જે મુજબ ગત ડિસેમ્બર માસમાં 23,24 અને 29ના કચ્છમાં ભચાઉ,દુધઈ અને લખપતથી 76 કિ.મી.અંતરે બોર્ડર પાસે એમ ત્રણ આંચકા નોંધાયા હતા.

જ્યારે જાન્યુઆરી માસના 23 દિવસમાં ભચાઉ, રાપર,દુધઈમાં પાંચ આંચકા અને તલાલામાં 2 ઉના પાસે 1 અને ઉત્તર ગુજરાતમાં વાવ વિસ્તારમાં 1 સહિત 9 ધરતીકંપ નોંધાયા છે. આમ, 23 ડિસેમ્બરથી આજે 2 ફેબ્રુઆરી સુધી દોઢ માસમાં 15 ધરતીકંપ નોંધાયા છે. રિક્ટર સ્કેલ પર 2.5થી ઓછી તીવ્રતાના આંચકા તો અસંખ્ય આવ્યાની શક્યતા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *