વર્ષો સુધી ફ્લોપ ફિલ્મો આપવા છતાં અમારા કરતાં દસ ગણી વધુ કમાણીઃ Kriti Sanon

Share:

ક્રિતિ સેનનની છેલ્લી ફિલ્મ ‘ક્રૂ’ સફળ રહી છે, જેમાં તેણે કરીના કપૂર અને તબ્બુ સાથે કામ કર્યું હતું

Mumbai, તા.૨૩

ક્રિતિ સેનનની છેલ્લી ફિલ્મ ‘ક્રૂ’ સફળ રહી છે, જેમાં તેણે કરીના કપૂર અને તબ્બુ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મે ભારતમાં લગભગ ૭૫ કરોડની આવક કરી હતી. આ ફિલ્મની સફળતા બાદ હાલ ક્રિતી ઘણી ખુશ છે, ત્યારે હવે તેણે બોલિવૂડમાં જેની ઘણી ચર્ચા છે, તેવો અસમાન વેતનનો મુદ્દો ફરી ઉઠાવ્યો છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં ક્રિતિએ અસમાન વેતન મુદ્દે પોતાનો વિરોધ નોંધાવતા કહ્યું,“હાલ એક પુરુષ અને સ્ત્રી કલાકારના વેતનમાં કોઈ કારણ વિના બહુ જ મોટો તફાવત છે.” આગળ ક્રિતિએ કહ્યું,“ક્યારેક કોઈ જ કારણ વિના. ક્યારેક તમને વિચાર આવે છે કે આ વ્યક્તિએ તો વર્ષોથી કોઈ હિટ ફિલ્મ પણ આપી નથી. તો પણ તેને મારા કરતાં દસ ગણી ફી કઈ રીતે મળી શકે?” પ્રોડ્યુસર આ તફાવત માટે કેવા બહાના કાઢે છે તે અંગે ક્રિતિએ કહ્યું,“ઘણી વખત પ્રોડ્યુસર્સ કહે છે કે, બધાનું કારણ રિકવરી છે. ડિજીટલ અને સૅટેલાઈટ રાઇટ્‌સમાં રિકવરી કામ કરે છે. કારણ કે તેની ફિલ્મની રિલીઝ પહેલાં જ થઈ જતી હોય છે, લોકો એકબીજા સાથે વાત કરે તે પહેલાં જ ડિજિટલ રાઇટ્‌સ વેંચાઈ જતાં હોય છે. એવી માન્યતા છે કે ફિમેલ એક્ટરની સરખામણીએ મેલ એક્ટર લીડમાં હોય એવી ફિલ્મો વધુ ચાલે છે. તેથી ડિજિટલ અને સૅટેલાઇટ રાઇટ્‌સમાંથી એ પ્રકારનું બજેટ મેળવવા માટે આ પ્રકારનો તફાવત કરવામાં આવતો હોવો જોઈએ.” આગળ ક્રિતિએ એમ પણ કહ્યું, કે તેનાં કેટલાંક કૉસ્ટાર્સને વર્ષો સુધી ફ્લોપ ફિલ્મો આપી હોવા છતાં તેના કરતાં ૧૦ગણી ફી મળી છે. આ સંદર્ભે એણે એવું પણ કહ્યું કે પ્રોડ્યુસર્સને એ એટલી જ રકમ ‘ક્રૂ’ માટે રોકવામાં વાંધો હતો. તેમાં ત્રણ ટોચની હીરોઇન હતી તેમ છતાં તેઓ ત્રણ મેલ એક્ટર્સની કૉમેડી ફિલ્મ સાથે તેની સરખામણી કરશે. તેણે એમ પણ કહ્યું કે ૨૦૧૮માં જ્યારે રીહા કપૂર અને એકતા કપૂરે ‘વીરે દી વેડિંગ’ પ્રોડ્યુસ કરી ત્યારે પણ આ જ પડકારો હતા. એ ફિલ્મમાં પણ કરીના કપૂર, સોનમ કપૂર જેવા સ્ટાર્સ હતાં તેમ છતાં તેઓ કહેતાં હતાં કે તેમની પાસે બંને પ્રકારની ફિલ્મો માટે એક સરખું બજેટ નથી.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *