Mithapur, તા.૨૬
યાત્રાધામ દ્વારકામાં ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન બાસિક એન્ડ એપ્લાઈડ ફીઝીયોલોજીનુ ભવ્ય આયોજન કરવામાં આવેલુ હતુ. સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત વિશ્વસ્તરની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સમાં વૈજ્ઞાનીક ડો.રીચાર્ડ મીનીસનુ બે્રઈન પરના અગત્યના સંશોધન વિશે વકતવ્ય આપવામાં આવેલ હતુ. તેમજ ૨૭ જેટલા ઓરીજીનલ સંશોધનપત્રો પણ રજુ કરાયા હતા. ઉપરાંત તબીબી ક્ષેત્રે સંશોધન કેમ કરવા? તેની પઘ્ધતી શું છે? તે વિશે પણ વકતવ્ય યોજાયુ હતુ. ઉપરાંત ચેન્નાઈમાં મગજના ઓપરેશન દરમ્યાન આધુનીક ઈન્ટ્રા ઓપરેટીવ ન્યુરો ફીઝીયોલોજી મોનીટરીંગ કરતા ડો.નીશાંતનુ મહત્વનુ વકતવ્ય પણ યોજાયુ હતુ. હાલમાં યુવાનોના હાર્ટએટેકથી મોત કઈ રીતે થાય છે અને તેના નિવારણ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતુ. આ કાર્યક્રમમાં કો-ઓર્ડીનેટર તરીકે પથુભા જાડેજાએ સુંદર કામગીરી કરી હતી.