હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા બાદ શરતો નું ઉલ્લંઘન કરતા તપાસનીશ દ્વારા જામીન રદ કરવા દરખાસ્ત કરી હતી
Dwarka,તા.26
દેવભૂમિ દ્વારકામાં ગુજસીટોકનો પ્રથમ કેસ કરી કુખ્યાત બિચ્છુ ગેંગ સામે કરી 12 શખ્સો સામે કાર્યવાહી કરી જેલ હવાલે રહેલા પૈકી જામીન પર રહેલા ત્રણ શખ્સોએ શરતોનું ઉલ્લંઘન કરી અને પોલીસ પર વાહન ચડાવી મારી નાખવાનો પ્રયાસ કરવાના ગુનામાં ઝડપાયેલા ત્રણેય શખ્સને જામીન રદ કરી જેલ ભેગા કરવાનો અદાલતે હુકમ કર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકા, ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં આશરે 15 વર્ષ ઉપરાંતથી લાલુભા સાજાભા સુમણીયા, વનરાજભા પાલાભા સુમણીયાનાઓની સીન્ડીકેટ હેઠળ એક બિચ્છુ ગેંગ કાર્યરત હોવાનુ ધ્યાને આવ્યું હતું. જેઓ ઓર્ગેનાઇઝડ કાઇમ સીન્ડીકેટ ચલાવી રહેલા હોવાનું તેમજ તેઓ વ્યકિતગત તેમજ સંયુકત રીતે શરીર સબંધી જેવા કે, ખૂનની કોશિષ, ધાકધમકી આપી ડરાવવુ, ધમકાવવુ ,લુંટ, વગેરે તથા મિલ્કત સબંધી, ગેરકાયદે રીતે ખંડણી વસૂલવી , જુગાર તથા પ્રોહીબીશન જેવી અસામાજિક પ્રવૃતિ આચરી દ્વારકા, મીઠાપુર ઓખા મંડળ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરવામાં આવતો હતો. રાજેશભા માલાભા સુમનિયા, માલાભા સુમણીયા, કિશનભા ટપુભા માણેક સહિત 12 આરોપીઓ વિરૂધ્ધ મીઠાપુર પોલીસ સ્ટેશન ગુનો નોંધવામાં આવ્યો હતો. જેલ હવાલે રહેલા રાજેશભાઈ માલાભા સુમનિયા, માલાભા સાજાભા સુમણીયા અને કિશનભા ટપુભા માણેક સહિત ત્રણેય ને હાઇકોર્ટે સૌરાષ્ટ્રમાં પ્રવેશબંધીને શરતે જામીન પર મુક્ત કર્યા હતા બાદ ઉપરોક્ત ત્રણેય શકશો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અધિકૃત રીતે પ્રવેશ કરી ફરીથી ગુનાઓ આચારવાનો પ્રયત્ન કરતા હોવાનું રેન્જ અશોકકુમાર યાદવ અને એસપી નિતેશ પાંડે ને ધ્યાને આવતા જામખંભાળિયા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ સહિતના સ્ટાફે આરોપીઓના જામીન રદ થવા અંગે દરખાસ્ત અદાલતમાં કરી હતી. કે અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં સ્પેશ્યલ પીપી તુષાર ગોકાણીએ કરેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે ત્રણેય શખ્સની જામીન અરજી રદ કરી ઇસ્યુ કરવામાં આવ્યું હતું. ત્રણેય શખ્સોની ધરપકડ કરી રાજકોટ જેલ હવાલે કરવામાં આવ્યા છે.