Shah Rukh Khan સાથે તુલના પર બોલ્યો Dulquer Salmaan, કહ્યું- આવું કરવું અપમાન થશે

Share:

Mumbai,તા.30

દુલકર સલમાન હાલમાં જ  પ્રભાસની ફિલ્મ Kalki 2898 AD જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેનો એક નાનો પણ ખૂબ મહત્ત્વનો રોલ હતો. દુલકર સાઉથનો જાણીતો એક્ટર છે. હિન્દી બેલ્ટમાં પણ લોકો તેમની ફિલ્મો ખૂબ પસંદ કરે છે. મૃણાલ ઠાકુર સાથેની તેની ફિલ્મ ‘સીતા-રામમ’નો એક અલગ ચાહક વર્ગ છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન દુલ્કરે શાહરૂખ ખાન વિશે વાત કરી હતી.

દુલકર ટૂંક સમયમાં જ રિલીઝ થનારી  ‘લકી ભાસ્કર’ નામની ફિલ્મમાં જોવા મળશે.  દુલકરની સરખામણી લોકો શાહરૂખ ખાન સાથે પણ કરે છે. વર્ષ 2022માં ‘સીતા રામમ’ના હિન્દી વર્ઝનના પ્રમોશન દરમિયાન જ્યારે તેને શાહરૂખ સાથેની સરખામણી વિશે પૂછવામાં આવ્યું તો દુલ્કરે કહ્યું હતું કે,

શાહરૂખ મારા માટે એક વિશેષ રોલ મોડલ છે: દુલ્કર

“હું ઓન અને ઓફ સ્ક્રીન પર પણ શાહરૂખ ખાનનો મોટો પ્રશંસક છું. તે મારા માટે એક વિશેષ રોલ મોડલ છે. તે માત્ર એક મહાન અભિનેતા જ નથી પણ એક મહાન વ્યક્તિત્વ પણ છે. હું માનું છું કે મારી વાત – ચીત કરવાની રીત પર પણ શાહરૂખ ખાનની અસર છે. મારી તેમની સાથે સરખામણી કરવી તેમનું અપમાન થશે.”

દુલકર સલમાનને પણ શાહરૂખ ખાનના સ્વભાવ અને તેમની માનવતા સાથે જે રીતે લોકો સાથે વર્તન કરે છે તેની પ્રશંસા કરી હતી. દુલ્કરે કહ્યું કે, “શાહરૂખ ભલે લોકોથી ભરેલા રૂમમાં હોય, પરંતુ તે બધા પર બરોબર ધ્યાન આપે છે. તેમજ શાહરૂખ મારો ફેવરિટ છે અને મેં તેમની ઘણી ફિલ્મો ઘણી વખત જોઈ છે.”

આ સાથે તેમના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દુલકર Vency Atluri ની લકી ભાસ્કરમાં જોવા મળવાનો છે. આ પછી તે તામિલ ફિલ્મ Kaanthaમાં જોવા મળશે. બીજી તરફ શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે સુજોય ઘોષની ફિલ્મ ‘કિંગ’ માં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખ સાથે તેની પુત્રી સુહાના ખાન પણ જોવ મળશે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે શાહરૂખ ફિલ્મમાં ગેંગસ્ટરની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. જે સુહાનાના પાત્રને ફાઈટિંગ અને એક્શનની ટ્રેનિંગ આપશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે. એક માહિતી પ્રમાણે, હજુ સુધી ફિલ્મ ‘કિંગ’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *