Surat માં ફરી ઝડપાયું ડ્રગ્સ! મહિલા સહિત ૪ આરોપીઓ ઝડપાયાં

Share:

Surat તા.૨૨

ગુજરાતમાં ડ્રગ્સ  દ્વારા યુવાનોને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્સની દાણચોરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. હવે સુરતમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.૫૦.૪૪૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ૪ની ધરપકડ કરવામાં આવી છે.  ગત મોડી રાત્રે રાંદેર પોલીસે ઓપરેશન પાર પાડ્યું હતું, જમીન દલાલ અને કાપડના વેપારી, પાર્લર માલિક અને ઈલેક્ટ્રીશિયનની પણ ધરપકડ કરાઈ છે,એમડી ડ્રગ્સ સાથે જમીન દલાલ જીતેન્દ્ર રાવલ, જુના કાપડના વેપારી ગુલામરસુલ શેખ, ઈલેક્ટ્રીશિયન ઉમર યુસુફ શેખ, પાર્લર વ્યવસાય સાથે જોડાયેલ અકીલા સમીર મલેકની પણ ધરપકડ કરવામાં આવી છે. રાંદેર પોલીસે રામનગર સ્થિત ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ૫ લાખથી વધુનું ડ્રગ્સ, રોકડ અને ૮ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે.

એસએમસી ગાંધીનગર ખાતે ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ નાઈજીરીયન મહિલા મારગ્રેટ એની એમજીબુડોમ(૩૭)ની ધરપકડ કરવામાં આવી હતી. મૂળ નાઈજીરીયાની રહેવાસી અને મુંબઈના મીરા રોડ ખાતે રહેતી મારગ્રેટ પાસેથી રૂ. ૧,૪૯,૫૧,૦૦૦ ની કિંમતનું ૧૪૯.૫૧૦ ગ્રામ કોકેઈન મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.મારગ્રેટને પોલીસે ૧૯ ફ્રેબ્રુઆરી ૨૦૨૫ના રોજ આ કેસમાં નવસારીની કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે આ મહિલાને સાત દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર કર્યા હતા. હાલમાં પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

પોલીસ પાસેથી મળેલી વધુ માહિતી અનુસાર, ચારેય આરોપીઓની રામનગર વિસ્તારના એક જાહેર રસ્તા પરથી ધરપકડ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં મેફેડ્રોન દવાની કિંમત ૫ લાખ ૪ હજાર રૂપિયા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે આ ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ, રોકડ, ૮ મોબાઇલ ફોન અને ૬.૫૪ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *