Dwarka Templeશંકાસ્પદ ડ્રોન દેખાતા તંત્ર દોડતું થયું, પોલીસે યુટ્યુબરની અટકાયત કરી

Share:

Dwarka,તા.03

દ્વારકા જગત મંદિરે પ્રતિબંધિત ડ્રોન વિસ્તારની આસપાસ સોમવારે (3 ફેબ્રુઆરી) શંકાસ્પદ ડ્રોન દેખાતા તંત્ર દોડતું થયું હતું. વહેલી સવારે ડ્રોન દેખાતા તુરંત જ પોલીસ ફોર્સ એક્શનમાં આવી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ડ્રોન ઉડાડનાર વ્યક્તિને ઝડપી લેવાયો છે. 

શું હતી સમગ્ર ઘટના? 

સોમવારે (3 ફેબ્રુઆરી) વહેલી સવારે દ્વારકાધીશના મંદિરના શિખર પર પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડતું દેખાયું હતું. જેની જાણ થતાં તંત્રએ તુરંત કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ડ્રોન ઉડાડનાર મુંબઈના એક શખસની અટકાયત કરી છે. 

પોલીસે હાથ ધરી તપાસ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ શખસ મુંબઈનો રહેવાસી છે અને એક યુટ્યુબર છે. તે પોતાની યુટ્યુબ ચેનલ માટે વિવિધ જગ્યાનું ડ્રોનથી શૂટિંગ કરે છે અને વીડિયો બનાવે છે. દ્વારકા પોલીસે મંજૂરી વિના ડ્રોન ઉડાડવાના કારણે શખસ પર કાયદાકીય કાર્યવાહી કરી, વધુ તપાસ હાથ ધરી છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *