આવી રહી છે “Drishyam 3” “અતીત કભી ચૂપ નહીં રહેતા

Share:

દૃશ્યમ ઓરિજિનલી મલયાલમમાં બની છે, પરંતુ તેની સ્ટોરીએ સમગ્ર ભારતના દર્શકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે

Mumbai, તા.૨૨

ક્રાઈમ થ્રિલર ‘દૃશ્યમ‘ અને ‘દૃશ્યમ ૨’ને દર્શકોએ ઓરિજિનલ મલયાલમ અને રિમેક હિન્દીમાં ઘણી પસંદ કરી છે. અને આ ફિલ્મની સ્ટોરીને આલોચકોની ખૂબ પ્રશંસા મળી છે. ‘દૃશ્યમ ૨’ આવ્યા પછી લોકોને લાગ્યું કે, આ સ્ટોરીનો એન્ડ થઈ ગયો છે. પરંતુ મેકર્સે હવે વધુ સસ્પેન્સ વધારી દીધો છે. કેમ કે, તેઓએ ‘દૃશ્યમ ૩’ એનાઉન્સ કરી દીધી છે.મલયાલમ સુપરસ્ટાર મોહનલાલે સોશિયલ મીડિયા પર જીતૂ જોસેફની સાથે મોસ્ટ અવેટેડ ફિલ્મના ત્રીજા ભાગનું એનાઉન્સમેન્ટ કરી દીધું છે. એક્ટરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘અતીત કભી ચૂપ નહી રહતા, દૃશ્યમ ૩ કન્ફર્મ’ તેમને પોતાની સાથે ડાયરેક્ટર જીતૂ જોસેફ અને એન્ટની પેરુમ્બાવૂરની સાથે એક તસ્વીર પણ શેર કરી. જેના પર ફેન્સે ખૂબ પ્રેમ દર્શાવ્યો હતો. દૃશ્યમ ૩ના એનાઉન્સમેન્ટ પછી દર્શકોને ઝાઝી રાહ જોવી નહી પડે. કેમ કે, રહે એક્સાઈટમેન્ટ ઘણુ વધી ગયું છે. દર્શકો ફિલ્મની બાકીની ડિટેઈલ્સ જાણવા માટે એક્સાઈટેડ છે.દૃશ્યમ ઓરિજિનલી મલયાલમમાં બની છે. પરંતુ તેની સ્ટોરીએ સમગ્ર ભારતના દર્શકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. એટલે જ તો હિન્દી સહિત ઘણી ભાષાઓમાં તેની રિમેક પણ બની છે. ફિલ્મની હિન્દી રિમેકમાં અજય દેવગણ લીડ રોલમાં હતા, તેમની સાથે તબ્બૂએ પોલીસની ભૂમિકા ભજવી હતી. ત્યાં જ બીજા ભાગમાં અક્ષય ખન્નાએ જબરદસ્ત રોલ પ્લે કર્યો હતો. હિન્દીમાં આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. તે સિવાય દૃશ્યમની તમિલ, તેલુગુ, કન્નડ, સિંહલી અને ત્યાં સુધી ચાઈનીઝ ભાષામાં પણ રિમેક બની છે.દૃશ્યમ ૩ની ચર્ચા શરુ કરતા પહેલા ફિલ્મમાં મોહનલાલ અને અજય દેવગણની એક સાથે આવવાની ખબર ખૂબ જ ચર્ચામાં રહી હતી, તે જાણવા માટે ફેન્સ એક્સાઈટેડ હતા કે, શું સાચે મોહનલાલ અને અજય ત્રીજા પાર્ટમાં સાથે જોવા મળશે. તેના પર મોહનલાલને સવાલ પણ કરવામાં આવ્યો હતો. સુપરસ્ટારે એક ઈન્ટરવ્યુમાં તેનો જવાબ આપ્યો હતો કે, ‘મને ખબર છે કે, દૃશ્યમ ૩ની સ્ટોરી સાથે લોકોને ઘણી આશાઓ છે અને આ એક મોટી જવાબદારી છે. કેમ કે, તેના બંને પાર્ટ સુપરહિટ સાબિત થયા છે. પરંતુ ત્રીજા પાર્ટમાં મારી અને અજયની સાથે હોવાની ખબર સાચી નથી. દૃશ્યમની ઘણી ભાષાઓમાં રિમેક બની છે. એવામાં કોઈ પણ લીડ હિરોની સાથે ફિલ્મની સ્ટોરીમાં વળાંક લાવવો શક્ય નથી. એટલે એવું કંઈ જ નથી થવાનું’.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *