Karnataka,તા.01
કર્ણાટક ભાજપ નેતાએ એક ભડકાઉ નિવેદન આપતાં રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદેની વચ્ચેની સમાનતા જણાવી હતી. વિપક્ષ નેતા આર. અશોકે કહ્યું કે, ‘કોંગ્રેસમાં અનેક લોકો છે, જે એકનાથ શિંદે જેવા છે, ડી.કે શિવકુમાર તેમાથી એક હોય શકે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પાર્ટીની અંદર વિભાજન કરવાના પ્રયાસ કરી રહ્યાં છે.’
ડી.કે. શિવકુમારની ભાજપ સાથે નિકટતા વિશે અટકળો ચાલી રહી છે, આ દરમિયાન આર. અશોકના આ નિવેદનથી માહોલ ગરમાયો છે. કારણ કે, બે દિવસ પહેલાં નાયબ મુખ્યમંત્રી કોયંબટૂરમાં ઈશા ફાઉન્ડેશનના મહાશિવરાત્રિ કાર્યક્રમમાં સામેલ થવા ગયા હતાં, જ્યાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ હાજર હતાં.કર્ણાટક ભાજપ નેતૃત્વએ તેનો લાભ ઊઠાવ્યો અને સત્તાધારી પાર્ટી કોંગ્રેસમાં આંતરિક વિવાદની ચર્ચા તેજ બની ગઈ. આ વિવાદને વધુ વેગ આપવા માટે ગુરૂવારે (27 ફેબ્રુઆરી) ભાજપ ચીફ બી.વાય વિજયેન્દ્રએ કહ્યું કે, મને તો લાંબા સમયથી કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં નેતૃત્વ પરિવર્તનની આશંકા હતી. હું કહી રહ્યો છું કે, કોંગ્રેસમાં આંતરિક વિવાદ વધી રહ્યો છે. અત્યારે દરેક ડી.કે શિવકુમાર પર નિશાનો સાધી રહ્યાં છે.’જોકે, આર. અશોકે પોતાની ભવિષ્યવાણીમાં વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, કર્ણાટકમાં જલ્દી મહારાષ્ટ્ર જેમ ઉથલ-પાથલ જેવી વસ્તુઓ સામે આવશે. જે પ્રકારે એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈ ગયાં. શિવકુમાર ભાજપ સાથે ગઠબંધન કરીને કોંગ્રેસ સરકારને પાડવાવાળા નેતા બની શકે છે. આ કોંગ્રેસનો આંતિરક મામલો છે અને તેના પર નિર્ભર કરે છે કે, શિવકુમારની સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવા ઈચ્છે છે કે નહીં? કારણ કે, તે પ્રયાગરાજ કુંભમાં પવિત્ર સ્નાન કરવા અને શિવરાત્રિ સમારોહમાં ભાગ લેવા ગયા હતાં, જ્યાં તે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે એક ફ્રેમમાં હતાં.’