સરકાર ૧૪ માર્ચના રોજ આવી રહેલા હોળીના તહેવાર પહેલાં મોંઘવારી ભથ્થાના વધારાની જાહેરાત કરી શકે છે
New Delhi, તા.૨૨
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેંશનર્સ માટે ખુશખબર છે. કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હોળી પહેલાં વધવાનું છે. ૧૪ માર્ચ, ૨૦૨૫ના રોજ હોળી છે. તે પહેલાં સરકાર મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી શકે છે. ૭માં પગારપંચ અંતર્ગત વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે. એક વખત માર્ચમાં અને બીજી વખત ઓક્ટોબરમાં. પ્રથમ વધારો ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી લાગૂ થશે. જેની ઓફિશિયલ જાહેરાત હોળીની આસપાસ માર્ચ ૨૦૨૫માં થવાની સંભાવના છે. જોકે, સરકાર તરફથી હજી સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
કર્મચારી સંગઠનો અનુસાર, આ વખતે મોંઘવારી ભથ્થું ૩થી ૪ ટકા સુધી વધી શકે છે. જેનાથી કર્મચારીઓના વેતનમાં ૫૪૦ રૂપિયાથી ૭૨૦ રૂપિયા માસિક વધારો થઇ શકે છે. જેમ કે, જો કોઈ કર્મચારીની બેસિક સેલરી ૧૮,૦૦૦ રૂપિયા મંથલી છે, તો તેને હાલ ૫૦% ડ્ઢછ અંતર્ગત ૯૦૦૦ મળી રહ્યા છે.
૩% વધારો થાય તો નવું ડ્ઢછ ૯૫૪૦ રૂપિયા થશે, એટલે કે ૫૪૦ રૂપિયાનો વધારો થશે. ૪% ટકા વધારો થાય, તો નવું ડ્ઢછ ૯૭૨૦ રૂપિયા હશે, જેનાથી ૭૨૦ રૂપિયા વધુ મળશે. મોંઘવારી ભથ્થું કર્મચારીઓને આપવામાં આવે છે. જ્યારે પેંશનર્સ માટે તેને મોંઘવારી રાહાત (ડ્ઢઇ) કહેવામાં આવે છે. આ વખતે ૧ કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેંશનર્સ આ વધારાનો લાભ ઉઠાવી શકશે.
૨૦૨૬ પહેલાં ૮મોં પગારપંચ લાગૂ થવાની સંભાવના છે, પરંતુ એ પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ ૭માં પગારપંચ અંતર્ગત બે ડ્ઢછ હાઈક મળશે. જેનાથી તેની મંથલી સેલરીમાં વધારો થશે અને મોંઘવારીથી પણ રાહત મળશે. હવે બધા સરકારી કર્મચારીઓ માર્ચ ૨૦૨૫માં થનારી ઓફિશિયલ જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. જેનાથી સ્પષ્ષ્ટ થઇ જશે કે વેતનમાં કેટલો વધારો થશે.