Diwali ટાણે જ Oil ના ભાવમાં તોતિંગ વધારો

Share:

છેલ્લા બે મહિનામાં તેલના ભાવમાં ૧૫ લીટરના ડબ્બામાં ૫૦૦થી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીનો વધારો થયો છે

Ahmedabad, તા.૨૭

છેલ્લા બે મહિનામાં તેલના ભાવમાં ૧૫ લીટરના ડબ્બામાં ૫૦૦થી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીનો વધારો થયો છે. કપાસિયા, સૂર્યમુખી, પામોલીન, સોયાબીન સહિત અન્ય તેલોના ભાવ વધ્યા છે. ખાસ તો સરકારે ૩૦ ટકા જેટલી આયાત ડ્યુટી લગાવતા તેલના ભાવમાં વધારો થયો છે.

દિવાળીના તહેવારો આવી પહોંચ્યા છે.. દરેક ઘરમાં દિવાળીના નાસ્તા બનાવવાનું કામ ચાલી રહ્યુ છે.. પરંતુ જે રીતે તેલના ભાવ ભડકે બળી રહ્યા છે તેને લઇને મધ્યમ વર્ગીય પરિવારોએ દિવાળીના નાસ્તા જેને તેઓ ઘરે તેલની મદદથી તૈયાર કરતા હોય છે તેમાં કાપ મુકવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

છેલ્લા બે મહિનામાં તેલના ભાવમાં ૧૫ લીટરના ડબ્બામાં ૫૦૦થી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીનો વધારો થયો છે.. કપાસિયા, સૂર્યમુખી, પામોલીન, સોયાબીન સહિત અન્ય તેલોના ભાવ વધ્યા છે. ખાસ તો સરકારે ૩૦ ટકા જેટલી આયાત ડ્યુટી લગાવતા તેલના ભાવમાં વધારો થયો છે. દિવાળીના તહેવારો સમયે દરેક ઘરમાં નાસ્તા બનાવવા માટે તેલની જરૂર પડતી હોય છે ત્યારે આટલું મોઘું તેલ કેમ લેવું તે દરેક મધ્યમવર્ગીય ગૃહીણીને પજવતો પ્રશ્ન બન્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *