Jamnagar,તા.17
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા મેસુરભાઈ રાજાભાઈ કોડીયાતર નામના 35 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા રાજાભાઈ ઉપરાંત પુત્ર બ્રિજેશ અને ભાઈ રામાભાઇ ઉપર હુમલો કરવા અંગે જામજોધપુર પોલીસમાં 4 સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે ચાર આરોપીઓ વિજય લાખાભાઈ મુછાર, અને તેના ભાઈ રામાભાઈ લાખાભાઈ મુછાર ઉપરાંત મેહુલ અરજણભાઈ મુછાર અને કાનાભાઈ દેવાભાઈ મુછાર સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન ફરિયાદીએ પોતાના મકાનના પ્લાસ્ટર ના કામ માટે વાડીની બાજુમાં જ આવેલા વોકળામાંથી રેતી ચારીને તૈયાર કરી રાખી હતી. દરમિયાન આરોપી વિજય ત્યાં ધસી આવ્યો હતો અને રેતી લઈ જવાનો પ્રયત્ન કરતાં તેને અટકાવવાથી આ ધમકી આપીને હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. સમગ્ર મામલે જામજોધપુરના પીએસઆઇ એચ.બી.વડાવીયા તપાસ ચલાવી રહ્યા છે.