Diljit Dosanjh ના કોન્સર્ટની ટિકિટો મિનિટોમાં વેચાઈ ગઈ, મુંબઈમાં હલચલ મચી જશે

Share:

Mumbai,તા.૨૩

દિલજીત દોસાંઝે ૨૬ ઓક્ટોબરે દિલ્હીથી તેની ’દિલ લ્યુમિનાટી ટૂર ઈન્ડિયા’ની શરૂઆત કરી હતી. અત્યાર સુધી દિલજીતે દિલ્હીની સાથે જયપુર, અમદાવાદમાં પણ પોતાના કોન્સર્ટનો પાવર બતાવ્યો છે. હવે દિલજીતનો આગામી કોન્સર્ટ ૧૯મી ડિસેમ્બરે મુંબઈમાં યોજાવા જઈ રહ્યો છે. તાજેતરમાં આ કોન્સર્ટની ટિકિટનું લાઈવ વેચાણ શરૂ થયું હતું. આ વેચાણ શરૂ થતાંની સાથે જ અમુક સેગમેન્ટની તમામ ટિકિટો થોડીવારમાં વેચાઈ ગઈ હતી. ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ અનુસાર, દિલજીત દોસાંજના કોન્સર્ટની સિલ્વર ટિકિટ, જેની કિંમત ૪,૯૯૯ રૂપિયા હતી, તે માત્ર ૫૦ સેકન્ડમાં જ વેચાઈ ગઈ હતી. આ સાથે ગોલ્ડ કેટેગરીની ટિકિટો પણ થોડીવારમાં વેચાઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ ટિકિટોનું વેચાણ ગઈકાલે ૨૨ નવેમ્બરે ઝોમેન્ટો લાઇવ પર શરૂ થયું હતું.

રિપોર્ટ અનુસાર, હવે દિલજીતના કોન્સર્ટ માટે સિલ્વર અને ગોલ્ડની કોઈ ટિકિટ બચી નથી. હવે માત્ર ૨ શ્રેણીની ટિકિટ બાકી છે. આમાંની પ્રથમ શ્રેણી ઓનલી ફેન પીટ ટિકિટ છે, જેની કિંમત ૨૧,૯૯૯ રૂપિયા છે. આ સાથે એમઆઇપી લાઉન્જ ટિકિટ બાકી છે, જેની કિંમત પ્રતિ વ્યક્તિ ૬૦ હજાર રૂપિયા છે. દિલજીત અહીં ૧૯મી ડિસેમ્બરે પરફોર્મ કરવા જઈ રહ્યો છે. હવે દિલજીતની હિટ ટૂરનું આગામી ડેસ્ટિનેશન મુંબઈ બનવાનું છે. આ અંગે ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. આ પહેલા પણ કોન્સર્ટની ટિકિટ ઝડપથી વેચાઈ ગઈ હતી.

દિલજીત દોસાંઝ હવે બોલિવૂડ સહિત દુનિયાભરમાં તેના ગીતો માટે જાણીતો છે. સિંગરમાંથી એક્ટર બનેલા દિલજીતે પોતાના અવાજનો પાવર આખી દુનિયામાં બતાવ્યો છે. હવે દિલજીત આ દિવસોમાં તેની ’દિલ લ્યુમિનાટી ટૂર ઈન્ડિયા’ પર છે. આ પ્રવાસની શરૂઆત ગયા મહિને દિલ્હીથી કરવામાં આવી હતી. દિલ્હીના આ કોન્સર્ટમાં હજારો ચાહકો પણ પહોંચ્યા હતા. દિલજીતના પ્રારંભિક કોન્સર્ટ બાદ જયપુર અને અમદાવાદમાં દિલજીતનો કોન્સર્ટ પણ હિટ રહ્યો છે. હવે દિલજીત મુંબઈમાં પોતાનો અવાજ સ્થાપિત કરવા તૈયાર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *