Shahrukh Khan ‘ડોન ૩’માં લીડ રોલની ઓફર રીજેક્ટ કરી દેતાં રણવીર સિંહની પસંદગી થઈ છે
Mumbai, તા.૧૪
શાહરૂખ ખાને ‘ડોન ૩’માં લીડ રોલની ઓફર રીજેક્ટ કરી દેતાં રણવીર સિંહની પસંદગી થઈ છે. નવા ડોનની ગાદી પર બેસવા માટે રણવીર આકરી મહેનત કરી રહ્યો છે ત્યારે શાહરૂખની ડોનગીરીએ ચાહકોને સરપ્રાઈઝ આપી છે. દિલજિત દોસાંજના વીડિયો ‘ડોન’માં શાહરૂખે વોઈસ ઓવર આપીને ‘ડોન’ પ્રત્યેની લાગણી દર્શાવી છે. સિંગર-એક્ટર દિલજિત દોસાંજે આગામી વીડિયો ‘ડોન’નું ટીઝર ગુરુવારે શેર કર્યું હતું. આ વીડિયોમાં દિલજિતને ડોન જેવા લૂકમાં જોઈ શકાય છે. દિલજિતના આ લૂકને શાહરૂખના દમદાર નેરેશન થકી મોટો સપોર્ટ મળ્યો છે. શાહરૂખે પોતાના વોઈસઓવરથી આ વીડિયોમાં સ્પેશિયલ એપિયરન્સ આપ્યો છે. શાહરૂખ અને દિલજિતની આ ડોનગીરીએ દરેકનું ધ્યાન ખેંચ્યું છે. ટીઝરના કેપ્શનમાં દિલજિતે લખ્યુ હતું કે, અગર સબસે ઉપર ટિકના હૈ તો મા કી દુઆ ચાહિયે. વન એન્ડ ઓનલી કિંગ જ્રૈટ્ઠદ્બજિા. વીડિયોમાં શાહરૂખનો વોઈસ ઓવર આ કેપ્શનને આગળ વધારી રહ્યો છે. શાહરૂખે તેમાં કહ્યું છે, પુરાની કહાવત હૈ, કી સબ સે ઉપર જાના હૈ તો બહોત સારી મેહનત ચાહિયે. લેકિન અગર સબસે ઉપર ટિકના હૈ, તો મા કી દુઆ ચાહિયે. તુમ્હારા મુજ તક પહોંચના મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ. ક્યુંકિ ધૂલ કિતની ભી ઊંચી ચલી જાયે, કભી આસમાન કો ગંદા નહીં કર સકતી. આ વીડિયોમાં મ્યૂઝિક અને સિનેમાનું કોમ્બિનેશન ધ્યાન ખેંચનારું છે. દિલજિતનું મ્યૂઝિક અને શાહરૂખનો અવાજ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ સાથે કેટલાકે કોમેન્ટ પણ કરી હતી કે, શાહરૂખને ડોન પ્રત્યેની લાગણી સહેજ પણ ઓછી થઈ નથી.