Digital India: સાચવજો! ગુજરાતીઓએ 5 વર્ષમાં 74 કરોડ ગુમાવ્યા, ફ્રોડ કેસમાં થયો 5 ગણો વધારો

Share:
Gandhinagar ,તા.23

સતત હરણફાળ ભરી રહેલી ટેક્નોલોજીથી ફૂડ ડિલિવરી-ટિકિટ બૂકિંગથી માંડીને બેન્કિંગના વ્યવહાર પણ એક ક્લિક દૂર થઈ ગયા છે. અલબત્ત ઓનલાઈન નાણાકીય લેવડ દેવડમાં નાની એવી ગફલતથી પણ પરસેવાની કમાણી ગણતરીની – મિનિટમાં સફાચટ થઈ શકે છે. ગુજરાતમાં એક વર્ષમાં ક્રેડિટ કાર્ડ-ડેબિટકાર્ડ-ઈન્ટરનેટથી છેતરપિંડીની 1349 ઘટના નોંધાઇ છે. અને જેમાં તેમણે કુલ રૂપિયા 49.92 કરોડ ગુમાવ્યા છે.

છેતરપિંડીની રકમમાં પાંચ ગણો વધારો થયો

ગુજરાતમાં ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધ્યું છે તેમ ફ્રોડના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. નાણકીય વર્ષ 2019-20માં ઓનલાઈન છેતરપિંડીની કુલ માત્ર 51 ઘટના હતી અને તેમાં ગુમાવ્યા હતા. આ પછી લોકોએ રૂપિયા 2.87 કરોડ 2020-21માં આ પ્રમાણ વઝીને રૂપિયા 6.31 કરોડ થઈ ગયું હતું. 2020-21માં છેતરપિંડીની રકમ ઘટી હતી પણ ઘટનામાં વધારો નોંધાયો હતો. 2022-23માં 237 ઘટનામાં રૂપિયા 9.87 કરોડની રકમ લોકોએ ગુમાવી હતી. આમ, 2022-23 કરતાં છેતરપિંડીની રકમમાં પાંચ ગણો વધારો થયો હતો.

બેન્કિંગ ફ્રોડની સૌથી વધુ ઘટનામાં ગુજરાત છઠ્ઠા સ્થાને

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ અનુસાર 2023-24માં બેન્કિંગ ફ્રોડની સૌથી વધુ ઘટના થઈ હોય તેમાં તામિલનાડુ 6871 સાથે મોખરે, મહારાષ્ટ્ર 6514 સાથે બીજા, દિલ્હી 2487 સાથે ત્રીજા, ઉત્તર પ્રદેશ સાથે 1462 સાથે ચોથા, પશ્ચિમ  બંગાળ 1353 સાથે પાંચમાં જ્યારે ગુજરાત છઠ્ઠા સ્થાને છે. હવે આ સમયગાળામાં સૌથી વધુ રકમ ગુમાવી હોય તેમાં પણ તામિલનાડુ રૂપિયા 553 કરોડ સાથે મોખરે છે. જ્યારે મહારાષ્ટ્ર રૂપિયા 282.42 કરોડ સાથે બીજા, ઉત્તર પ્રદેશ ત્રીજા, દિલ્હી 62.12 કરોડ સાથે ચોથા, કેરળ પાંચમાં, કર્ણાટક છઠ્ઠા અને ગુજરાત સાતમાં સ્થાને છે. સમગ્ર દેશમાં 2023-24માં નાણાકીય ફ્રોડની આ પ્રકારની કુલ 29082 ઘટના બની છે અને જેમાં રૂપિયા 1457 કરોડની રકમ ગુમાવી છે. પાંચ વર્ષમાં ભારતીયોને કુલ રૂપિયા 2137 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *