27 કલાકમાં કરી World’s Biggest Theft, 900 કરોડ લૂંટ્યા પહેલા બેન્ક લોકરમાં બનાવ્યું લંચ-ડિનર!

Share:

France,તા.20

વિશ્વમાં બેંક લૂંટની ઘણી ઘટનાઓ સાંભળવા મળશે પરંતુ ફ્રાંસની સોસાયટી જનરલ બેંક રોબરી અનોખી છે. અહીં અદ્ભુત શબ્દનો ઉપયોગ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કેમ કે આ લૂંટનો આરોપી એક સામાન્ય ફોટોગ્રાફર હતો અને તેણે 27 કલાકમાં વિશ્વની સૌથી સુરક્ષિત મનાતી બેંકમાંથી 900 કરોડ રૂપિયા ચોરી લીધાં હતાં પરંતુ કોઈને અણસાર પણ આવવા દીધો નહોતો.

સદીની સૌથી મોટી ચોરી

19 જુલાઈ 1976એ ફ્રાંસના નીસ શહેરમાં થયેલી આ ચોરીએ લોકોને ચોંકાવી દીધાં હતાં. આ ચોરી વિશ્વની સૌથી સુરક્ષિત મનાતી સોસાયટી જનરલ બેન્કમાં થઈ હતી. જેમાં સિક્યોરિટી એલાર્મ એ વિચારીને લગાવવામાં આવ્યુ નહોતું કે આ બેન્કમાં ચોરી કરવી અસંભવ છે. ત્યાં સિક્યોરિટી એલાર્મ લગાવવાની જરૂર જ નથી પરંતુ આ ઓવર કોન્ફિડેન્સ જ બેન્ક પર ભારે પડી ગયો. ચોરોએ ચોક્કસાઈથી તેમાં પ્રવેશ કર્યો અને તિજોરીની અંદર 27 કલાક વિતાવ્યા.

બેંક કર્મચારીઓથી સિક્યોરિટી વોલ્ટ ખુલ્યું નહીં

જ્યારે સવારે બેન્કના કર્મચારી પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થઈ અને તેમણે દરરોજની જેમ બેન્કના વોલ્ટને અનલોક કરીને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ તમામ પ્રયત્નો બાદ પણ વોલ્ટ ખુલ્યું નહીં તો વોલ્ટ બનાવનારી કંપનીમાંથી એક્સપર્ટ બોલાવવામાં આવ્યા પરંતુ જેને તે વોલ્ટ જામ થઈ ગયાનો મામલો સમજી રહ્યાં હતાં તે તેના કરતાં ખૂબ મોટી ઘટના હતી.

વોલ્ટમાં હોલ પાડીને જોયું તો ચોંકી ગયા

બેન્કની સામે જ્યારે ગ્રાહકોની ભારે ભીડ જમા થઈ ગઈ અને બેન્ક વોલ્ટ ન ખુલ્યુ તો એક્સપર્ટ્સે વોલ્ટમાં હોલ પાડીને અંદર ઝાંખવાનો નિર્ણય લીધો, જેથી સમજી શકાય કે વોલ્ટ ખુલવામાં શું સમસ્યા આવી રહી છે. પછી પણ બેન્કમાં લૂંટ થવાની વાત તો તેમના મગજમાં આવી નહોતી કેમ કે વોલ્ટના દરવાજા પર  કોઈ પણ પ્રકારની ફોર્સ એન્ટ્રીના નિશાન નહોતા, જેનાથી એ લાગી શકે કે કોઈએ તેને ખોલ્યુ હોય કે ખોલવાનો પ્રયત્ન કર્યો હોય.

જ્યારે વોલ્ટની દિવાલમાં હેવી ડ્રિલિંગ મશીનથી હોલ પાડીને અંદર જોયુ તો ખબર પડી કે કોઈએ વેલ્ડિંગ કરીને અંદર વોલ્ટના દરવાજાને અંદરથી બંધ કરી દીધો હતો. આ સ્થિતિ જોઈને બેન્ક કર્મચારીઓ ચોંકી ગયા. ત્યાંના ઘણા લોકર ખુલ્લા પડ્યાં હતાં, જેમાથી કિંમતી સામાન ગાયબ હતો. રોકડ ગાયબ હતી. ગણતરી કરવા પર ખબર પડી કે આ લગભગ 900 કરોડ રૂપિયાની ચોરી હતી.

બેન્ક લૂંટારુઓને પોલીસ શોધી શકી નહીં

બેન્કના આ વોલ્ટની અંદર જવાનો એકમાત્ર રસ્તો દરવાજો હતો. પછી ચોર વોસ્ટની અંદર કેવી રીતે પહોંચ્યા આ વાત કોઈને સમજાઈ નથી. ચોર સુધી કેવી રીતે પહોંચવું તેની કોઈ કડી મળી રહી નહોતી. આ તો લાંબા સમય બાદ ચોરોમાંથી એકે પોતાની ગર્લફ્રેન્ડના ચક્કરમાં એક ભૂલ કરી દીધી અને તેની તપાસથી એક કડી મળી જેણે આ બેન્ક રોબરીના ચોરો વિશે ખુલાસો કર્યો.

ફોટોગ્રાફરે કર્યું હતું રોબરીનું પ્લાનિંગ

તપાસમાં ખબર પડી કે ફ્રાંસની બેન્કથી 900 કરોડ રૂપિયાની ચોરી કરનારી ગેંગનો માસ્ટરમાઈન્ડ એક ફોટોગ્રાફર હતો. આ ફોટોગ્રાફરે બેન્કમાં એક લોકર ખોલાવ્યુ અને તેને ઓપરેટ કરવાના બહાને તે ઘણી વખત વોલ્ટમાં ગયો, જેના દરેક ભાગની તેણે સંતાઈને તસવીરો પણ ખેંચી લીધી.

બેન્કમાં સિક્યોરિટી એલાર્મ નહોતું

બેન્કમાં સિક્યોરિટી એલાર્મ કેવું છે અને તેના એક્ટિવ થવા પર સુરક્ષા કર્મચારીઓનો કેવો રિસ્પોન્સ હોય છે એ જાણવા માટે ફોટોગ્રાફર આલ્બર્ટ સ્પાઝિયારીએ પોતાના લોકરમાં એલાર્મ વગાડીને ઘડિયાળ પણ મૂકી. જે રાત્રે વાગતી હતી પરંતુ બેન્કમાં તો એ વિચારીને સિક્યોરિટી એલાર્મ નહોતું લગાડવામાં આવ્યું કે આ સૌથી સુરક્ષિત બેન્કમાં ચોરી કરવાનું કોઈ વિચારી પણ શકતું નથી. બસ, આ જ ભૂલ ભારે પડી ગઈ. ફોટોગ્રાફરે આ લૂપ હોલનો ફાયદો ઉઠાવ્યો અને ચોરીનું પ્લાનિંગ કરવાનું શરૂ કરી દીધું.

ચોરી માટે ટનલ બનાવી

એક વેબ સિરીઝના ફોટોગ્રાફરે બેન્કના વોલ્ટમાં પહોંચવા માટે ટનલ બનાવવાનું પ્લાનિંગ કર્યું જેથી તે અંડરગ્રાઉન્ડ રસ્તાથી તેમાં પ્રવેશ કરે. આ માટે તેણે ચાલાકીથી બેન્કની આસપાસની ગટર લાઈનનો પૂરો નક્શો કાઢ્યો. ટનલ બનાવવા માટે તેણે એક ગેંગસ્ટર સાથે સંપર્ક કર્યો અને પછી તેના સભ્યોની સાથે મળીને ટનલ બનાવી. જેનો એક ભાગ ગટર લાઈનમાં નીકળતો હતો.

27 કલાકમાં કરી ચોરી

ચોર ટનલના માર્ગે બેન્કના વોલ્ટમાં પહોંચ્યા, આ માટે તેમણે ઘણા હેવી ગેસ કટરનો ઉપયોગ કર્યો. પછી વોલ્ટની અંદર પહોંચીને આરામથી રૂપિયા કાઢ્યા, ઘણા લોકર તોડીને તેમાંથી કિંમતી દાગીના વગેરે બહાર કાઢ્યું. આ દરમિયાન વોલ્ટમાં લંચ અને ડિનર પણ બનાવ્યું અને ખાધું. પછી બધું જ સમેટીને વોલ્ટના દરવાજાને અંદરથી વેલ્ડિંગની મદદથી બંધ કરીને જતાં રહ્યાં.

બેન્ક માટે મેસેજ 

ચોરી કર્યાં બાદ જતી વખતે ચોર દીવાલ પર સ્પ્રેથી ફ્રેંચમાં એક મેસેજ પણ લખીને ગયા- ‘Sans armes sans haine et sans violence’ જેનો અર્થ છે, ‘ચોરી તે પણ હથિયાર વિના, નફરત વિના અને હિંસા વિના.’

તે સમય અનુસાર આ લૂંટ 20 મિલિયન ડોલરથી પણ વધુની હતી. જેની આજના જમાનામાં કિંમત 110 મિલિયન ડોલર એટલે કે 900 કરોડ ભારતીય રૂપિયા બરાબર છે. તેની ગણતરી દુનિયાની સૌથી મોટી લૂંટમાં થાય છે. બાદમાં ફોટોગ્રાફર આલ્બર્ટ સ્પેઝિયારીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો અને તેને આજીવન કેદની સજા થઈ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *