Dhrangadhra,તા.27
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરી વિસ્તારમાં સીટી પોલીસ મથકે દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશ કુમાર પંડ્યા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ધ્રાંગધ્રા ડિવિઝન ડી.વાય.એસ.પી જે.ડી પુરોહિત સીટી પી.આઈ યુ.એમ મસી અને શહેરી વિસ્તાર માં લોકો વેપારી એસો.વગેરે ની હાજરી માં લોક દરબાર યોજાયો હતો જેમાં શહેરી વિસ્તાર ના લોકો અને વેપારી એસો.તેમજ રાજકીય પક્ષો કાર્યકરો હોદેદારો વગેરે દ્વારા અલગ અલગ મુદ્દાઓ ઉપર પોલીસ અધિક્ષક ને રજૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્ય મુદ્દાઓ માં સીટી વિસ્તાર માં ટ્રાફિક સમસ્યાઓ નો મુદ્દો ગુજ્યો હતો જ્યારે પોલીસ અધિક્ષક દ્વારા અને ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ દ્વારા યોગ્ય સૂચનો સાંભળી જલદી થી નિકાલ કરવા બાહેધરી આપવામાં આવી હતી સાથે સૂચનો પણ આપ્યા હતા કે આવનાર સમય માં સમગ્ર સીટી વિસ્તાર માં સાંતી સલામતી માટે જળવાય રહે એ હેતુસર કાર્ય કરવામાં આવશે જ્યારે જિલ્લા એસ.પી દ્વારા અનેક સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે ટૂંક સમય માં સીટી વિસ્તાર નાં 80 વધુ સી.સી.ટી.વી કેમેરા શરૂ કરી દેવામાં આવશે નેત્રક ની મદદ થી ગુન્હાહિત પ્રવુતિ કરનાર ઉપર નજર રાખી શકાશે સાથે નેત્રમ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા ઉપર પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે સાથે જ્યાં જરૂર લાગે ત્યાં પોલીસ પોઇન્ટ મૂકવા માં આવશે સાથે રોકડિયા હનુમાન મંદિર પાસે સર્કલ પાસે યોગ્ય જગ્યા ગોતી ને ત્યાં પોલીસ ચોકી બનાવા માટે પણ સૂચનો આપવા આવ્યા હતા