Dhrangadhra પંથકમાં ૭૫ વીજ જોડાણમાં ૧૭ લાખની વીજ ચોરી ઝડપાઇ

Share:

Dhrangadhra તા.૧૮

 ધ્રાંગધ્રા તાલુકામાં વીજચોરીની ફરિયાદો ઉઠતાં પીજીવીસીએલની ટીમ દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૭૫ વીજ જોડાણોમાં ગેરરિતી ઝડપાઇ હતી અને આ વીજજોડાણ ધારકોને રૃ.૧૭ લાખનો દંડ ફટકાર્યો હતો.ધ્રાંગધ્રા પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત તાલુકાના આઠ ગામમાં પીજીવીસીએલ વીજીલન્સ સ્કવોડના અધિકારીઓ દ્વારા વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૫૨ વીજ જોડાણમાંથી ૭૫ વિજ જોડાણોમાં ગેરરીતિ સામે આવતા કુલ રૃા.૧૭.૮૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા તાલુકામાંથી મોટાપાયે વીજ ચોરી ઝડપાતા વિજચોરી કરતા શખ્સોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *