Dhrangadhra, તા. 19
ધાનેરા તાલુકાના રાજ સીતાપુર ગામ નજીક સીએનજી પેટ્રોલ પંપ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલે કે મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ માં સવાર બંને લોકોના ઘટના સ્થળે જ નીપજ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશ ને પી એમ અર્થે રાજ સીતાપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ અંગે વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અહીં ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર મેઈન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી છાશવારે અકસ્માતો જોવા મળતાં હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાજ સીતાપુર હાઇવે નજીક સીએનજી પેટ્રોલ પંપ નજીક મોટરસાયકલ ચાલક ને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સજાયો.
જેમાં મોટરસાયકલમાં સવાર ગુલાબભાઈ રહે એમપી, તથા ભરતભાઈ રહે પેઢડા, વાળા બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ને બંને ની ડેડ બોડી ઓને પી એમ અર્થે રાજ સીતાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થતા અકસ્માત કરનાર વ્યક્તિની તપાસ તાલુકા પોલીસ હાલ ચલાવી રહી છે.