Dhrangadhra, તા. 18
ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના પ્રમુખો માટેની સેન્સ પ્રક્રિયા ધ્રાંગધ્રા એપીએમસીમાં રાખવામાં આવી હતી. જેમાં ચૂંટણી ઈન્ચાર્જ ખેતી બેંકના ચેરમેનની ઉપસ્થિતમાં તમામ બૂથ પ્રમુખો દ્વારા એક લીટીમાં સેન્સ આપી હતી.
જેમાં જણાવ્યું કે મોવડી મંડળ નક્કી કરે તે સર્વમાન્ય હોવાનો વિશ્વાસ વ્યક્તિ કરવામાં આવ્યો હતો. જિલ્લાના ધ્રાંગધ્રા શહેર, ગ્રામ્યના બુથ પ્રમુખો સાથે એપીએમસીમાં બેઠક કરવામાં આવી હતી. સંગઠનાત્મક ચર્ચા કરી બૂથ પ્રમુખોનો અભિપ્રાય લેવાયો હતો.
જેમાં જિલ્લાના ચૂંટણી અધિકારી અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, સહયોગી ગૌતમભાઈ ગોસ્વામી અને ચૂંટણી સહ ઇન્ચાર્જ દર્શનાબેન પૂજારા, રામભાઇ ચાવડા, હાર્દિકભાઈ ટમાલીયા, રાજભા ઝાલા, નરેશભાઈ પટેલ તેમજ જિલ્લાનાં અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
નવા પ્રમુખ માટે બૂથ પ્રમુખનો અભિપ્રાય લેવાયા હતા. ત્યારે એક જ લીટીમાં શહેર તથા ગ્રામ્યના બૂથ પ્રમુખો દ્વારા ભારતીય જનાતા પાર્ટી દ્વારા કોઈપણ ઉમેદવાર નક્કી કરવામાં આવે તે સર્વમાન્ય રહશે. ત્યારે ઉપસ્થિત સર્વે લોકોએ મોવડી મંડળ પર વિશ્વાસ જણાવ્યો હતો.
ચૂંટણી ઈન્ચાર્જ ડોલર કોટેચા દ્વારા તમામ દ્વારા મૂકવામાં આવેલા વિશ્વાસને મોવડી મંડળ સુધી પહોંચાડવામા આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ બેઠકમાં મોટી સંખ્યામાં ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્યના બુથ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.