માતાજી વિશે અયોગ્ય ભાષામાં વાત કરી ધાર્મિક લાગણી દુભાવાયાની ફરિયાદ ના પગલે પોલીસ એક્શન મા
Kotda Sangani.તા.18
દેવીપુજક સમાજ ના કુળદેવી અને રખાદાદા વિશે અયોગ્ય ભાષામાં વાત કરવા અંગે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને લઈને પોલીસે તાત્કાલિક કસૂરવાર ને કાયદાના સકંજામાં લઈ ધોરણની કાર્યવાહી હાથ ધરી હતી,આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત થતી હોય તો મુજબ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં મનસુખ ગોવિંદ રાઠોડ રામોદ વાળા વિરુદ્ધ દેવીપુજક સમાજના રખાદાદા અને માતાજી વિશે તુકારા તેમજ અયોગ્ય ભાષામાં ધાર્મિક લાગણી દુભાવ્યા અંગેની પોલીસ ફરિયાદ દાખલ થતા જિલ્લા પોલીસ અધિક્ષક હીમકરસિંહ એ તાત્કાલિક પગલાં લેવા આદેશના પગલે કોટડા સાંગાણી પીઆઇ આરએમ રાઠોડ, એ.એસ.આઇ રાજદીપસિંહ , રાજેન્દ્રસિંહ , વિશાલભાઈ , જીતેન્દ્ર ગટુરભાઈ, જયેન્દ્રભાઈ વાલજીભાઈ, વિપુલભાઈ , રવિરાજસિંહ , યુવરાજસિંહ વાઘેલા એ મનસુખભાઈ રાઠોડ ની અટકાયત કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે