પરિણીતાના મોતથી એકના એક પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી
Rajkot,તા,03
શહેરના મવડી વિસ્તારમા રહેતી પરિણીતા છેલ્લા દસ દિવસથી સરધાર ગામે સ્થિત તેના ભાઈના ઘરે બીમારી સબબ રોકાવા માટે ગઈ હતી ત્યારે ગઈ કાલે તેને આંચકી આવીને બેભાન થઈ જતા તેને સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું હતુંકે મૃતકને છેલ્લા દસ દિવસથી ડેન્ગ્યુની અસર પણ હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ચાલુ વર્ષના નવ માસ દરમિયાન ડેન્ગ્યુના કુલ 212 કેસો નોંધાયા છે. જે પૈકી જાન્યુઆરી માસથી જૂન મહિનાના અંત સુધીમાં ફક્ત 20 કેસો નોંધાયા હતા. જે બાદ વરસાદની મોસમમાં ડેન્ગ્યુએ ભરડો લીધો હોય તેવા આંકડા સામે આવ્યા હતા . જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં 192 ડેન્ગ્યુના દર્દીઓ મનપાના ચોપડે નોંધાયા છે.ત્યારે શહેરના મવડીમાં પંચશીલ નગર 2મા રહેતા રૂપાબેન ભોલાભાઈ ગોલતર ઉવ 28ની પરિણીતા છેલ્લા ઘણા દિવસથી સરધાર ગામે પોતાના ભાઈના ઘરે હતી ત્યારે ગઈ કાલે રાત્રીના 9.30 વાગ્યે અચાનક આંચકી આવી જતા તેને સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા મૃતકના ભાઈ ગોપાલભાઈએ જણાવ્યું હતુંકે પરિણીતાને છેલ્લા 10 દિવસથી ડેન્ગ્યુની અસર હતી અને તેને સંતાનમાં એક પુત્ર છે.