Mumbai,તા.૨૩
૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરમાં હાસ્ય ગુંજી ઉઠ્યું. દંપતીએ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. દીપિકા-રણવીર એક દીકરીના માતા-પિતા બની ગયા છે અને આ તેમની લિટલ એન્જલની પહેલી દિવાળી હશે. અત્યાર સુધી દીપિકા-રણવીર પોતાની દીકરીને બધાની નજરથી દૂર રાખતા હતા. જોકે, આ કપલની દીકરીની પહેલી ઝલક માટે ચાહકો આતુર શ્વાસ સાથે રાહ જોઈ રહ્યા છે. દિવાળીના થોડા દિવસો પહેલા જ દીપિકા-રણવીરે પોતાની દીકરી માટે કરોડોની ગિફ્ટ ખરીદી છે.
વાસ્તવમાં, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે એક નવી લક્ઝુરિયસ રેન્જ રોવર કાર ખરીદી છે, જેની કિંમત ૪.૭૪ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, રણવીર સિંહે તેની પત્ની દીપિકા પાદુકોણના પ્રથમ બાળકના આગમનના થોડા અઠવાડિયા પછી જ પોતાને એક મોંઘી રેન્જ રોવર ૪.૪ ન્ઉમ્ ભેટમાં આપી હતી. ઓનલાઈન વાઈરલ થયેલી ક્લિપમાં તેમની સહીવાળી ‘૬૯૬૯’ નંબર પ્લેટવાળી ગ્રીન કાર તેમના નિવાસસ્થાને પાર્ક કરેલી જોઈ શકાય છે.
એવું માનવામાં આવે છે કે રણવીરના કાર કલેક્શનમાં આ જ નંબર ધરાવતી આ ચોથી કાર છે. દીપિકા-રણવીરે આ કાર ખરીદવા પાછળનું કારણ તેમની પુત્રીને જણાવવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે દંપતી તરફથી કોઈ પુષ્ટિ મળી નથી. ગયા મહિને, દીપિકા-રણવીરે પોતે તેમના પ્રથમ બાળકના સમાચાર બધા ચાહકો સાથે શેર કર્યા હતા. આટલું જ નહીં, શાહરૂખ ખાન પોતે દીપિકા અને તેની પુત્રીને મળવા હોસ્પિટલ પહોંચ્યો હતો.
દીપિકા-રણવીરે પોસ્ટ શેર કરતાની સાથે જ લખ્યું હતું, “વેલકમ બેબી ગર્લ!” આ પોસ્ટ પછી તરત જ, સ્ટાર્સે કપલને અભિનંદન આપવાનું શરૂ કર્યું. આલિયા ભટ્ટ, નિક જોનાસ, અર્જુન કપૂર, સોનાક્ષી સિંહા, સોનમ કપૂર, શ્રેયા ઘોષાલ સહિત ઘણા સ્ટાર્સે કપલને અભિનંદન પાઠવ્યા હતા.