Paris, તા.૩
ફ્રા્ન્સની રાજધાની પેરિસમાં રમાઈ રહેલી પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલું છે. શનિવારે રમતના આઠમા દિવસે ભારતની દીપિકા કુમારી છવાયેલી રહી હતી. દીપિકા કુમારીએ ઓલિમ્પિકની તીરંદાજી સ્પર્ધામાં તિરંગો લહેરાવ્યો હતો અને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી.
મનુ ભાકરે ત્રીજો મેડલ લેવામાંથી ચૂકી હતી. આઠમા દિવસની રમતમાં મનુએ એર પિસ્તોલ સ્પર્ધામાં ચોથા નંબરે આવી હતી. મનુ અત્યાર સુધી બે મેડલ જીતી ચૂકી છે. પેરિસ ઓલિમ્પિકના આઠમા દિવસે એટલે કે ૩જી ઓગસ્ટ (શનિવાર)ના દિવસે પણ ભારતીય ખેલાડીઓ પોતાની તાકાત બતાવી રહ્યા છે. ભારતીય ખેલાડીઓ શૂટિંગ, તીરંદાજી, બોક્સિંગ, ગોલ્ફ, સેલિંગ જેવી ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે. મનુ ભાકર શૂટિંગમાં ગોલ્ડ મેડલ માટે નિશાન સાધવાથી ચુકી ગઈ છે. દીપિકા કુમારી અને ભજન કૌર પણ તીરંદાજીમાં સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં ૩ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. બેડમિન્ટનમાં લક્ષ્ય સેને સેમીફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. મેન્સ હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને ૫૨ વર્ષ બાદ ઓલિમ્પિક ગેમ્સમાં હરાવ્યું હતું. જોકે, અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવરા તીરંદાજીમાં મેડલ જીતવામાંથી ચૂકી ગયા હતા.