Surat,તા.21
સુરત મહાનગરપાલિકાની સિટી બસ બ્લેક લિસ્ટ કરાતા હવે નામ ટ્રાન્સફરથી માંડીને ફિટનેસ જેવી કોઈ કામગીરી થઈ શકશે નહીં. 130 સિટી બસનો ટેક્સ ભરવાનો બાકી હોવાથી બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે.
સુરત શહેરમાં કરોડોના ખર્ચે સિટી બસોની સુવિધા પ્રદાન કરવામાં આવી હતી. જોકે, સમયસર તેમજ નોટિસ પાઠવવા છતાં મહાનગરપાલિકાએ વેરો ન ભરતાં સુરત RTOએ 130 સિટી બસને બ્લેક લિસ્ટ કરી છે. છેલ્લા 5 મહિનાનો ટેક્સ બાકી હોવાનો ઓડિટમાં ખુલાસો થયો છે. ઓડિટમાં ટેક્સની રિકવરી નીકળતા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
સુરતમાં સિટી બસને બ્લેક લિસ્ટ કરવા રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે આદેશ આપ્યો છે. કમિશનરના આદેશને પગલે સુરત RTOએ 130 સિટી બસને બ્લેક લિસ્ટ કરી છે. બ્લેક લિસ્ટ થયેલી બસોની હવે નામ ટ્રાન્સફરથી માંડીને ફિટનેસ જેવી કોઈ કામગીરી થઈ શકશે નહીં.