Valentine ડે પહેલા જ નક્કી કરી લો તમારો મેકઅપ લુક

Share:

વેલેન્ટાઈન ડે યુવાનો માટે ખૂબ જ ખાસ દિવસ છે. ખાસ કરીને છોકરીઓને આ દિવસે ડ્રેસિંગ અને સુંદર દેખાવા માટે આતુર હોય છે. સુંદર દેખાવા માટે માત્ર સુંદર કપડાં જ પૂરતા નથી પરંતુ તમારો મેકઅપ પણ મહત્ત્વપૂર્ણ છે. સારી રીતે કરવામાં આવેલ મેકઅપ તમારા ચહેરા પર ચમક લાવે છે. એવામાં આજે 5 સેલિબ્રિટીની અલગ-અલગ મેકઅપ ટિપ્સ અને આઉટફિટ વિષે જાણીશું જે તમારા વેલેન્ટાઈન ડે લુકને ખાસ બનાવશે. 

એટલે કે, જો તમે વેલેન્ટાઈન ડે પર બોડીકોન પહેરવાનું વિચારી રહ્યા છો, તો તેમાં મેકઅપ કેવી રીતે કરવો અથવા જો તમે શોર્ટ ડ્રેસ પહેરવાનું વિચારી રહ્યા છો, તો તેમાં કેવી રીતે મેનેજ કરવું. એ વિષે જાણીશું. 

વેલેન્ટાઈન ડે પહેલા જ નક્કી કરી લો તમારો મેકઅપ લુક, સરપ્રાઈઝ ડેટમાં કામ આવશે 5 ટિપ્સ 2 - image

મૌનીની જેમ ચલાવો બ્લેક કલરમાં જાદુ

જો તમે કોઈપણ બ્લેક ડ્રેસ પહેરવાનું વિચારી રહ્યા હોય તો તમે મૌની રોય જેવો મેકઅપ કરી શકો છો. જો તમે તમારા લુકને ક્લાસી અને ગોર્જિયસ લુક આપવા માંગતા હોવ તો તમારા વાળને પાછળના ભાગે ટાઈટ બાંધો.

તેમજ આઈલાઈનર, મસ્કરા અને ફેક આઈલેશેસ વડે પણ તમારી આંખોને બોલ્ડ લુક આપી શકો છો. આ સાથે ન્યૂડ લિપસ્ટિક તેમજ રેડ કે ચેરી રેડના બદલે ડીપ રેડ લિપસ્ટિક શેડ પણ લગાવી શકો છો. 

વેલેન્ટાઈન ડે પહેલા જ નક્કી કરી લો તમારો મેકઅપ લુક, સરપ્રાઈઝ ડેટમાં કામ આવશે 5 ટિપ્સ 3 - image

ડેટ પર દેશી લુકમાં જવું હોય તો કૃતિનો આ લુક છે બેસ્ટ 

જો તમે તમારા પાર્ટનર સાથે દેશી લુકમાં ડેટ પર જવા ઈચ્છો છો અને સૂટ કે સાડી પહેરવાની ઈચ્છા છે, તો કૃતિ સેનનની જેમ બિંદી અને કાજલ લગાવવાનું ભૂલશો નહીં. આ બંને તમારી સુંદરતા વધારો કરશે. 

તમે તમારી સાડી કે સૂટના કલર મુજબ લિપસ્ટિક શેડ પસંદ કરી શકો છો, પરંતુ જો આઉટફિટનો રંગ ગુલાબી હોય તો ન્યૂડ શેડ લગાવો. આ તમને ખૂબ જ સુંદર લાગશે.

વેલેન્ટાઈન ડે પહેલા જ નક્કી કરી લો તમારો મેકઅપ લુક, સરપ્રાઈઝ ડેટમાં કામ આવશે 5 ટિપ્સ 4 - image

ડૉલ જેવો લુક જોતો હોય તો ખુશી કપૂરના મેકઅપને ફોલો કરો

જો તમે પણ ડૉલની જેમ ખૂબસૂરત દેખાવા માંગો છો, તો તમારી હેર સ્ટાઇલ, આઇ મેકઅપ અને લિપસ્ટિક શેડ પસંદ કરતી વખતે ખૂબ ધ્યાન આપો. જો તમે ડેટ માટે ગાઉન અથવા શોર્ટ ડ્રેસ પસંદ કરો છો, તો તમે તેની સાથે લો બન હેરસ્ટાઈલ કેરી કરી શકો છો.

તમે તમારા વાળને બો વડે પણ એક્સેસરીઝ કરી શકો છો. આગળના ભાગમાંથી વાળના ફ્લિક્સને દૂર કરવાનું ભૂલશો નહીં અને આઉટફિટ પ્રમાણે લિપસ્ટિક પસંદ કરો.

વેલેન્ટાઈન ડે પહેલા જ નક્કી કરી લો તમારો મેકઅપ લુક, સરપ્રાઈઝ ડેટમાં કામ આવશે 5 ટિપ્સ 5 - image

જ્હાન્વી જેવો ગ્લિટરી લુક 

જ્હાન્વી કપૂર દરેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગે છે, તમે તેનો ગ્લિટરી લુક  તમારી ડેટ માટે કેરી કરી શકો છો. આ લુક નાઈટ ડેટ માટે યોગ્ય રહેશે.

આ માટે તમારે ફક્ત તમારા ડ્રેસ પ્રમાણે લિપસ્ટિક પર ગ્લિટર આઈશેડો અને લિપ ગ્લોસ લગાવવાનું છે. લુક કમ્પ્લીટ કરવા માટે જો તમે આંખો પર મસ્કરા અને ગાલ પર બ્લશ લગાવશો તો તમે ખૂબ જ સુંદર દેખાશો.

વેલેન્ટાઈન ડે પહેલા જ નક્કી કરી લો તમારો મેકઅપ લુક, સરપ્રાઈઝ ડેટમાં કામ આવશે 5 ટિપ્સ 6 - image

રાશા થડાનીનો ડેટ લૂક ખૂબ જ સુંદર રહેશે 

ડેટ માટે લાલ રંગથી વધુ સારું બીજું કંઈ નથી અને રાશા થડાનીના આ બંને આઉટફિટ સુંદર લાગે છે કે છોકરીઓ ફોટો જોતાની સાથે જ આ લુક કેરી કરવા ઈચ્છે છે. રાશાની જેમ, તમારે પણ તમારા ડ્રેસને હાઇલાઇટ કરવા અને નો મેકઅપ લુક રાખવા માટે ન્યૂડ મેકઅપનો ઉપયોગ કરવો જોઈએ. તમારા ફેસના શેઈપ અને આઉટફિટ અનુસાર તમારી હેરસ્ટાઇલ પસંદ કરો. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *