Jamnagar આદિવાસી શ્રમિક પરિવારની ૧૫ વર્ષની પુત્રીનો ઝેરી દવા પી લઈ આપઘાત

Share:
Jamnagar તા ૧૭
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જસાપર ગામના ખેડૂત દિનેશભાઈ પનારા ની વાડીમાં રહીને ખેતી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની દિનેશભાઈ કબોડાભાઈ બામણીયા નામના આદિવાસી ખેત મજુર ની પંદર વર્ષીય પુત્રી લેંજુબેન દિનેશભાઈ બામણીયા કે જેણે ગઈકાલે પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતક ના પિતા દિનેશભાઈ બામણીયાએ જોડીયા પોલીસ મથકમાં જાણ કરતાં પીએસઆઇ કે.ડી. જાડેજા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને તરુણીના મૃતદેહ નો કબજો સાંભળ્યો છે, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *