Jamnagar,
જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સાઇબર ક્રાઇમ અવેરનેશ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં તબીબી વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપક ગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂએ જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સ અનુસંધાને આપેલી સૂચના અને માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા “સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ”નું આયોજન તા.16/03/2025 ના રોજ આયુર્વેદ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું.
આ સેમીનારમા 160 જેટલા તબીબી વિદ્યાર્થીઓને તથા 25 પ્રાધ્યાપક ગણને વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ તેમજ તેનાથી બચવાના ઉપાયો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સાયબર ક્રાઈમ અવેરનેસ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું, જેથી તબીબી વિદ્યાર્થીઓ સાયબર સુરક્ષા અંગે વધુ સચેત રહી શકે.