Cuttackતા.10
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલા બીજા એક દિવસીય મેચમાં ગરમીથી શેકાતા પ્રેક્ષકોને રાહત અપાવવા માટે સ્ટાફે જબરો જુગાડ લગાવ્યો હતો. પંખા પર પાણીના ફુવારાનો છંટકાવ કરીને ગરમીમાં રાહત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. પૂર્વ ક્રિકેટર આર.અશ્વિનને આ જુગાડ ગમ્યો હોય તેમ સોશ્યલ મિડીયા પર તેની ખાસ સ્ટોરી શેર કરી હતી.
ઓડિશાના કટક શહેરમાં ખૂબ ગરમી છે. ઉત્તર ભારતમાં હજુ પણ ખૂબ ઠંડી છે પણ દરિયા કિનારે આવેલા કટકમાં પરિસ્થિતિ આવી નથી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચેલા ચાહકોને પણ ગરમી સહન કરવી પડી હતી. બપોરના સમયે તો એમને એટલી હાલત ખરાબ થઈ કે ગ્રાઉન્ડ સ્ટાફે સ્પેશિયલ વ્યવસ્થા કરવી પડી હતી.
કટકના ગ્રાઉન્ડ સ્ટાફે ચાહકોને ગરમીથી રાહત આપવા માટે એક અદ્ભુત રીત શોધી કાઢી. ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ દરમિયાન ચાહકો પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આનાથી બધાને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી હતી.
ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પણ આ પદ્ધતિ ખૂબ ગમી. તેણે તેનો ફોટો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો. આ સાથે અશ્વિને લખ્યું – કટકમાં પંખા પર પાણી છાંટવામાં આવ્યું. આ સાથે તેણે એક હસતું ઇમોજી પણ ઉમેર્યું હતું.