Mobile Service Stops થશે તો ગ્રાહકોને મળશે વળતર, ટ્રાઈ લાવશે નવો નિયમ

Share:

New Delhi,તા.03

મોબાઈલ અથવા તો બ્રોડબેન્ડ સર્વિસનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે ટેલિકોમ સર્વિસ (મોબાઈલ અને બ્રોડબેન્ડ) ઠપ થવા બદલ કંપનીએ ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) ગ્રાહકોના હિતમાં એક નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. ટ્રાઈ દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલા નવા સર્વિસ ક્વોલિટી નિયમ હેઠળ જિલ્લા સ્તર પર 24 કલાકથી વધુ સમય સુધી સર્વિસ ઠપ રહેવાની સ્થિતિમાં ટેલિકોમ ઓપરેટરોને ગ્રાહકોને વળતર આપવું પડશે. ટ્રાઈના નવા નિયમો હેઠળ દરેક ક્વોલિટી બેન્ચમાર્કને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ દંડની રકમ 50,000 થી વધારીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. નવા નિયમોને છ મહિના પછી લાગુ કરી દેવામાં આવશે.

રેગ્યુલેટર અને રિવાઈઝ્ડ રેગ્યુલેશન: ધ સ્ટેન્ડર્ડ ઓફ ક્વોલિટી ઓફ સર્વિસ ઓફ એક્સેસ (વાયરલાઈન અને વાયરલેસ) એન્ડ બ્રોડબોન્ડ (વાયરલાઈન અને વાયરલેસ) સર્વિસ રેગ્યુલેશન 2024 હેઠળ નિયમોના ઉલ્લંઘનના વિવિધ ધોરણો માટે 1 લાખ રૂપિયા,  2 લાખ રૂપિયા, 5 લાખ અને 10 લાખ રૂપિયાની ગ્રેડ પેનલ્ટી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.

ભાડામાં છૂટ મળશે અને વેલિડિટી વધશે

નવા નિયમો ત્રણ અલગ-અલગ રેગ્યુલેશન: બેઝિક અને સેલ્યુલર મોબાઈલ સર્વિસ, બ્રોડબેન્ડ સર્વિસ અને બ્રોડબેન્ડ વાયરલેસ સર્વિસ માટે ક્વોલિટી ઓફ ક્વોલિટીQoS)નું સ્થાન લે છે. કોઈ જિલ્લામાં નેટવર્ક ઠપ થવાની સ્થિતિમાં ટેલિકોમ ઓપરેટરોએ નવા નિયમો પ્રમાણે પોસ્ટપેડ ગ્રાહકો માટે ભાડામાં રાહત આપવી પડશે અને પ્રીપેડ ગ્રાહકો માટે વેલિડિટી વધારવી પડશે.

ટ્રાઈએ કહ્યું કે, જો કોઈ નેટવર્ક આઉટેજ 24 કલાકથી વધુ સમય સુધી ચાલુ રહે છે તો સર્વિસ પ્રોવાઈડરને આગલા બિલિંગ સાઈકલમાં અસરગ્રસ્ત જિલ્લામાં રજિસ્ટર્ડ પોસ્ટપેડ ગ્રાહકોને સર્વિસ આઉટેજના વાસ્તવિક દિવસોની સંખ્યા માટે સબસ્ક્રાઈબડ ટેરિફ પ્લાન પ્રમાણે પ્રપોશનલ ભાડામાં છૂટ આપવી પડશે.

રેગ્યુલેટર એક કેલેન્ડર દિવસમાં 12 કલાકથી વધુ નેટવર્ક આઉટેજ સમયગાળાને ભાડામાં છૂટ અથવા વેલિડિટી વધારવા માટે એક સંપૂર્ણ દિવસ તરીકે ગણશે. નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે, ટોલિકોમ ઓપરેટરોને સર્વિસ ઠીક કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવશે. જો કે, કુદરતી આફતોના કારણે થતા વિક્ષેપોને વેલિડિટી એક્સ્ટેંશન માટે માનવામાં નહીં આવશે.

નિયમ બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર્સ પર પણ લાગુ

એટલું જ નહીં ફિક્સ્ડ લાઈન સર્વિસ પ્રોવાઈડરોએ પોસ્ટપેડ અને પ્રીપેડ ગ્રાહકોને પણ વળતર આપવું પડશે જો તેમના નેટવર્ક અથવા સેવામાં ખામી ત્રણ દિવસ બાદ પણ બરાબર થઈ જાય. નવા નિયમ પ્રમાણે બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર્સે ગ્રાહકો દ્વારા પેમેન્ટ કર્યાના 7 દિવસની અંદર 98 ટકા કનેક્શન એક્ટિવેટ કરવા પડશે.

6 મહિના બાદ લાગું થશે નવા નિયમ

મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સે પોતાની વેબસાઈટ પર સર્વિસ વાઈઝ (2G, 3G, 4G, 5G) જિયોગ્રાફિકલ કવરેજ મેપ ઉપલબ્ધ કરાવવો પડશે, જેનાથી યૂઝર્સને મદદ મળશે. ટ્રાઈના નિયમ 6 મહિના બાદ લાગું થશે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *