Morbi,તા.31
મોરબીમાં અપહરણ અને દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ ઇસમ સાત વર્ષથી નાસતો ફરતો હતો જેને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઓરિસ્સાથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હોય જેથી બી ડીવીઝન પીઆઈ એન એ વસાવાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વર્ષ ૨૦૧૮ માં અપહરણ અને દુષ્કર્મ તેમજ પોક્સો કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી ચક્રધાર કેસવરણ કાનોચરણ ઓઝા (ઉ.વ.૩૦) રહે ઓરિસ્સા વાળો સાત વર્ષથી નાસતો ફરતો હતો જેને ટેકનીકલ અને હુમન સોર્સીસના આધારે આરોપીનું લોકેશન મેળવી આરોપીને ઓરિસ્સાથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે