Maunpur, તા.18
અલીગઢ નિવાસી ક્રિકેટર રિંકુસિંહ અને મછલીશહર (જૌનપુર)ની સાંસદ પ્રિયા સરોજ લગ્નના બંધનમાં બંધાનાર છે. બન્ને પરિવારો વચ્ચે પહેલ પણ શરૂ થઈ ગઈ છે.2024 માં ભાજપના તત્કાલીન સાંસદ બી.પી.સરોજને હરાવીને સંસદમાં પહોંચી માત્ર 26 વર્ષની પ્રિયા સુપ્રિમ કોર્ટની પ્રેકટીસ છોડીને રાજનીતિમાં આવી છે.
લગ્નની વાતચીતની પુષ્ટિ
સાંસદના ધારાસભ્ય પિતા તુફાની સરોજે કરી છે. તેમણે જણાવ્યું હતું કે હજુ સગાઈ નથી થઈ વાતચીત ચાલે છે. પ્રિયા સરોજે 2024 માં લોકસભા ચૂંટણીમાં સપાનાં ઉમેદવાર તરીકે મછલીશહેરમાં ચૂંટણી લડી હતી અને જીત મેળવીને નાની વયે સાંસદ બનવાનું ગૌરવ મેળવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, પ્રિયા સરોજનો જન્મ 1998 માં થયો હતો.પ્રાથમીક શિક્ષણ બાદ દિલ્હી વિશ્વ વિદ્યાલયથી સ્નાતક અને એમીટી યુનિ.થી એલએલબીનુ શિક્ષણ લીધુ હતું. સુપ્રિમ કોર્ટમાં વકીલાત કરી હતી.