Rajkot, તા.28
તા.10/03/2022ના રોજ જયરાજ પ્લોટમાં આવેલ રાજમુદ્રા જવેલર્સ નામની પેઢીમાં સોનાના દાગીના બનાવવાનું કામ કરતો શાહરૂખ અજગર કમલ સીદીકી નામનો શખ્સ 15 લાખનું 404 ગ્રામ સોનુ ઓળવી ગયા અંગેની પેઢીના સંચાલક દીપકભાઈ પ્રભુદાસભાઈ કાગદડાએ ફરિયાદ નોંધાવી હતી.
એ. ડિવિઝન પોલીસે શાહરૂખ સીદીકીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જ સીટ ફાઇલ કરી હતી. કેસ ચાલવા પર આવતા જેમાં ફરીયાદ પક્ષ દ્વારા 10 મૌખીક પુરાવાઓ તપાસવામાં આવેલ.
આ કેસનો દસ્તાવેજી પુરોવો તપાસવામાં આવેલ ફરીયાદી પક્ષ દ્વારા જોબશીટ રત્ન આભુષણ કેન્દ્રના સર્ટીફીકેટો સ્ટોપ ક્ધફર્મેશન લેટર જેવા દસ્તાવેજો તપાસવામાં આવેલ આરોપીના એડવોકેટની મુખ્ય દલીલ એવી હતી કે, ફરીયાદ પાછળથી ઉભી કરવામાં આવેલ છે. આરોપી પાસેથી કોઈ સોનુ પોલીસે રીકવર કરેલ નથી. ફરીયાદી દ્વારા જે દસ્તાવેજો રજુ કરવામાં આવેલ છે.
તે પાછળથી અદાલતમાં રજુ થયેલ છે. આરોપી વિરૂધ્ધ ની:શંકપણે પુરવાર થયેલ નથી. હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની વિસદ છણાવટ કરવામાં આવેલ. કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીને નિર્દોષ છોડી મુકતો હુકમ કરેલો છે.