Rajkot, તા.10
શહેરમાં રહેતા શૈલેષ ગોવિંદભાઈ ગોંડલીયાએ સને 2021માં તેમના સબંધી વલ્લભ બેચરભાઈ પાનસુરીયા ઉપર રાજકોટની કોર્ટમાં રૂ.16 લાખનો ચેક રીટર્ન થયા અંગેની ફરીયાદ કરેલ હતી. કોર્ટ દ્વારા આરોપીને સજાનો હુકમ કરાયો હતો.
જેથી આરોપીએ રાજકોટની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેમાં કોર્ટે કેસ ફરી ચલાવવા હુકમ કર્યો હતો. જેથી આ કેસ નીચેની અદાલતમાં ફરીથી ચલાવવામાં આવતા આરોપી તરફે જાતે તેમજ બચાવના કુલ 4 સાક્ષીઓને તપાસવામાં આવેલ. આ ઉપરાંત કેસમાં ખુબ જ મહત્વની કહી શકાય તેવી ફરીયાદીના હાથેથી લખેલી ચીઠી રજુ કરવામાં આવેલ. તમામ સાક્ષીઓ અને રજુ થયેલ ચીઠી દ્વારા આરોપીના એડવોકેટએ સફળતા પુર્વક સત્ય હકીકત કોર્ટના ધ્યાન પર લાવેલ અને એવું પુરવાર કરેલ કે ફરીયાદીએ આરોપીના સીકયુરીટી પેટે આપેલા ચેકમાં ખોટી રકમ ભરી ચેકનો દુરઉપયોગ કરી અને ખોટી ફરીયાદ કરેલ છે.
બન્ને પક્ષો દ્વારા આ કેસના સમર્થનમાં ધારદાર દલીલો કરવામાં આવેલ. જેમાં બચાવ પક્ષની દલીલ તેમજ ટાંકેલા સુપ્રીમ કોર્ટ તેમજ, ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ રાજકોટના અધિક ચીફ જયુડી. મેજી. એન.ટી.કારીયાએ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ પિયુષ જે. કારીયા, પ્રદ્યુમનસિંહ એમ. જાડેજા, મોહિત લિંબાસીયા, સચીન એમ. તેરૈયા, અનીલ રાદડીયા તથા નિપુલ કારીયા રોકાયેલ હતા.